Class 7 Science Chapter 3 Swadhyay (ધોરણ 7 વિજ્ઞાન પાઠ 3 સ્વાધ્યાય)

Class 7 Science Chapter 3 Swadhyay
Class 7 Science Chapter 3 Swadhyay

Class 7 Science Chapter 3 Swadhyay

Class 7 Science Chapter 3 Swadhyay. Std 7 Science Chapter 3 Swadhyay. ધોરણ 7 વિજ્ઞાન વિષયના એકમ 3 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 વિજ્ઞાન પાઠ 3 સ્વાધ્યાય.

Class 7 Science Chapter 3 Swadhyay

સ્વાધ્યાય

પ્રશ્ન 1. પ્રયોગશાળામાં વપરાતા ‘લૅબોરેટરી થરમૉમિટર’ તથા ‘ક્લિનિકલ થરમૉમિટર’ બંનેમાં રહેલી સામ્યતા તથા તફાવત જણાવો.

ઉત્તર : લૅબોરેટરી થરમૉમિટર અને ક્લિનિકલ થરમૉમિટર વચ્ચે રહેલી સામ્યતા તથા તફાવત નીચે મુજબ છે :

સામ્યતા :

(1) બંનેમાં પ્રવાહી તરીકે મરક્યુરી (પારો) વપરાય છે.

(2) બંનેમાં સમાન જાડાઈવાળી પાતળી – સાંકડી કાચની નળી હોય છે.

(3) બંનેમાં કાચની નળીના એક છેડા પર અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે.

તફાવત :

(1) લૅબોરેટરી થરમૉમિટરમાં સાંકડી નળીમાં ખાંચ હોતી નથી, જ્યારે ક્લિનિકલ થરમૉમિટરમાં મરક્યુરી ભરેલા બલ્બની નજીક સાંકડી નળીમાં ખાંચ હોય છે.

(2) લૅબોરેટરી થરમૉમિટર વડે – 10°C થી 110°C સુધીનું તાપમાન સામાન્ય રીતે માપી શકાય છે, જ્યારે ક્લિનિકલ થરમૉમિટર વડે 35 °C થી 42 °C સુધીનું તાપમાન માપી શકાય છે.

(૩) લૅબોરેટરી થરમૉમિટર પ્રયોગશાળામાં પદાર્થોનાં તાપમાન માપવા વપરાય છે, જ્યારે ક્લિનિકલ થરમૉમિટર માનવ શરીરનું તાપમાન માપવા વપરાય છે.

પ્રશ્ન 2. ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થોનાં બે-બે ઉદાહરણો જણાવો.

ઉત્તર :

ઉષ્માના સુવાહક પદાર્થો : તાંબું (કૉ૫૨), ઍલ્યુમિનિયમ, ચાંદી, લોખંડ

ઉષ્માના અવાહક પદાર્થો : લાકડું, પ્લાસ્ટિક, એબોનાઇટ, ૨બ૨

પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો :

(1) પદાર્થના ગરમપણાની માત્રા…………વડે નક્કી કરવામાં આવે છે.

ઉત્તર : તાપમાન

(2) ઊકળતા પાણીનું તાપમાન માપવા માટે…………પ્રકારનું થરમૉમિટર વાપરી શકાય નહીં.

ઉત્તર : ક્લિનિકલ

(3) તાપમાનનું માપન ડિગ્રી…….માં થાય છે.

ઉત્તર : સેલ્સિયસ

(4) ઉષ્માના પ્રસરણની…………ની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી.

ઉત્તર : ઉષ્માવિકિરણ

(5) ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય, તો તેમાં…………પ્રક્રિયા દ્વારા ઉષ્મા બીજા છેડા પર પહોંચે છે.

ઉત્તર : ઉષ્માવહન

(6) ……… રંગના કપડાં, હળવા રંગનાં કપડાં કરતાં ઉષ્માનું શોષણ વધુ કરે છે.

ઉત્તર : ઘેરા

પ્રશ્ન 4. નીચેનાં જોડકાં જોડો :

કૉલમ A

(1) ભૂમીય પવનો વહે છે.

(2) દરિયાઈ પવનો વહે છે.

(૩) ઘેરા રંગનાં વસ્ત્રો પસંદગી પામે છે.

(4) હળવા રંગનાં વસ્ત્રો પસંદગી પામે છે.

કૉલમ B

(a) ઉનાળામાં

(b) શિયાળામાં

(c) દિવસ દરમિયાન

(d) રાત્રિ દરમિયાન

ઉત્તર : (1  – d), (2 – c), (3 – b), (4 – a)

પ્રશ્ન 5. શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળાં વસ્ત્રો શા માટે પહેરવાં જોઈએ? ચર્ચા કરો.

ઉત્તર : એકથી વધુ વસ્ત્રો પહેરવાથી દરેક બે વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે. હવા ઉષ્માની અવાહક છે. આથી શિયાળામાં એકથી વધુ પાતળાં વસ્ત્રો પહેરવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતી અટકે છે. પરિણામે શરી૨ હૂંફવાળું રહે છે. એક જાડું વસ્ત્ર પહેરવાથી હવાનો સ્તર ન હોવાથી જાડું વસ્ત્ર પ્રમાણમાં ઓછી ગરમી બહાર જતી રોકે છે. તેથી શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળાં વસ્ત્રો પહેરવાં જોઈએ.

પ્રશ્ન 6. આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્માવહન, ઉષ્માનયન તથા ઉષ્માવિકિરણ કયાં કયાં સ્થાનોએ થાય છે તેનો તીર વડે નિર્દેશ કરો.

ઉત્તર :

Class 7 Science Chapter 3 Swadhyay
Class 7 Science Chapter 3 Swadhyay

પ્રશ્ન 7. ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દીવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે. સમજાવો.

ઉત્તર : ગરમ હવામાનવાળા પ્રદેશોમાં ઉષ્માવિકિરણ દ્વારા મકાનોની દીવાલ ગરમ થાય છે. જો મકાનોની બહારની દીવાલો સફેદ રંગથી રંગેલી હોય, તો તે ઉષ્માવિકિરણ દ્વારા ઉષ્માનું શોષણ ખૂબ ઓછું કરે અને પરાવર્તન વધુ કરે છે. આથી બહારની દીવાલો ઓછી ગરમ થાય છે. પરિણામે મકાનોની અંદર રહેતા લોકોને ગરમી ઓછી લાગે છે. આથી ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દીવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે.

પ્રશ્ન 8. 30 °C તાપમાનવાળા 1 લિટર પાણીને 50°C તાપમાનવાળા 1 લિટર પાણી સાથે મિશ્ર કરતાં બનતા મિશ્રણનું તાપમાન કેટલું હોય?

(A) 80°C

(B) 50°C થી વધુ પરંતુ 80°C થી ઓછું

(C) 20°C

(D) 30°C તથા 50°C ની વચ્ચેનું

ઉત્તર : (D) 30°C તથા 50°C ની વચ્ચેનું

પ્રશ્ન 9. 40 °C તાપમાન ધરાવતા લોખંડના ગોળાને 40°C જેટલું જ તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે, તો…..

(A) ઉષ્મા ગોળાથી પાણી તરફ વહે.

(B) ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં.

(C) ઉષ્મા પાણીથી ગોળા તરફ વહે.

(D) ગોળા તથા પાણી બંનેનું તાપમાન વધશે.

ઉત્તર : (B) ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં.

પ્રશ્ન 10. આઇસક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતાં, ચમચીનો બીજો છેડો……

(A) ઉષ્માવહનની પ્રક્રિયાને લીધે ઠંડો પડશે.

(B) ઉષ્માનયનની પ્રક્રિયા વડે ઠંડો પડશે.

(C) ઉષ્માવિકિરણની પ્રક્રિયા વડે ઠંડો પડશે.

(D) ઠંડો પડતો નથી.

ઉત્તર : (D) ઠંડો પડતો નથી.

પ્રશ્ન 11. રસોઈ માટે વપરાતી સ્ટેઇનલેસ સ્ટીલના તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે, તેનું કારણ….

(A) તાંબાનું તળિયું કડાઈને વધુ મજબૂતાઈ આપે છે.

(B) આવી કડાઈ રંગીન જણાય છે માટે.

(C) સ્ટેઇનલેસ સ્ટીલ કરતાં તાંબું ઉષ્માનું વધુ સુવાહક છે.

(D) સ્ટેઇનલેસ સ્ટીલ કરતાં તાંબાને સાફ કરવું સરળ છે.

ઉત્તર : (C) સ્ટેઇનલેસ સ્ટીલ કરતાં તાંબું ઉષ્માનું વધુ સુવાહક છે.

Also Read :

ધોરણ 7 વિજ્ઞાન પાઠ 4 સ્વાધ્યાય

Leave a Reply