Class 7 Science Chapter 11 Swadhyay (ધોરણ 7 વિજ્ઞાન પાઠ 11 સ્વાધ્યાય)

Class 7 Science Chapter 11 Swadhyay
Class 7 Science Chapter 11 Swadhyay

Class 7 Science Chapter 11 Swadhyay

Class 7 Science Chapter 11 Swadhyay. Std 7 Science Chapter 11 Swadhyay. તમે ધોરણ 7 વિજ્ઞાન વિષયના એકમ 11 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 વિજ્ઞાન પાઠ 11 સ્વાધ્યાય.

Class 7 Science Chapter 11 Swadhyay

સ્વાધ્યાય

પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂરો :

(1) જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેને…………કહે છે.

જવાબ : આભાસી પ્રતિબિંબ

(2) બહિર્ગોળ……………….વડે રચાતું પ્રતિબિંબ હંમેશાં આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે.

જવાબ : અરીસા

(3) …………………અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશાં વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે.

જવાબ : સમતલ

(4) જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય છે, તેને……………..પ્રતિબિંબ કહે છે.

જવાબ : વાસ્તવિક

(5) અંતર્ગોળ……………….વડે રચાતા પ્રતિબિંબને પડદા પર ક્યારેય મેળવી શકાતું નથી.

જવાબ : લેન્સ

પ્રશ્ન 2. સાચાં વિધાન સામે T પર અને ખોટાં વિધાન સામે F પર નિશાની કરો :

(1) બહિર્ગોળ અરીસા વડે આપણે ચતું અને વિવર્ધિત પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. (T/F)

જવાબ : F

(2) અંતર્ગોળ અરીસો હંમેશાં આભાસી પ્રતિબિંબ જ રચે છે. (T/F)

જવાબ : F

(3) અંતર્ગોળ અરીસા વડે આપણે વાસ્તવિક, વિવર્ધિત અને ઉલટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. (T/F)

જવાબ : T

(4) વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી. (T/F)

જવાબ : F

(5) અંતર્ગોળ અરીસો હંમેશાં વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. (T / F)

જવાબ : F

પ્રશ્ન 3. કૉલમ 1 માં આપેલી વિગતોને કૉલમ 2 સાથે જોડો :

Class 7 Science Chapter 11 Swadhyay

 જવાબ :

(1) સમતલ અરીસો – (e) પ્રતિબિંબ ચતું અને વસ્તુ જેટલા જ પરિમાણનું હોય છે.

(2) બહિર્ગોળ અરીસો – (b) વસ્તુના પ્રતિબિંબને મોટા વિસ્તારમાં ફેલાવી શકે છે.

(3) બહિર્ગોળ લેન્સ – (a) મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે વપરાય છે.

(4) અંતર્ગોળ અરીસો – (c) દાંતનું વિવર્ધિત પ્રતિબિંબ મેળવવા માટે દાંતના ડૉક્ટર વાપરે છે.

(5) અંતર્ગોળ લેન્સ – (f) પ્રતિબિંબ ચતું અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે.

પ્રશ્ન 4. સમતલ અરીસા વડે મળતાં પ્રતિબિંબની લાક્ષણિકતા આપો.

ઉત્તર : સમતલ અરીસા વડે મળતાં પ્રતિબિંબની લાક્ષણિક્તાઓ :

(1) પ્રતિબિંબ આભાસી અને ચતું હોય છે.

(2) પ્રતિબિંબ વસ્તુના પરિમાણ જેટલું જ મળે છે.

(3) પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં મળે છે.

(4) પ્રતિબિંબની ડાબી-જમણી બાજુ ઊલટાય છે.

પ્રશ્ન 5. અંગ્રેજી ભાષા તથા બીજી કોઈ ભાષામાં તમને જાણીતા એવા અક્ષરો શોધો કે જેનું સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ તે અક્ષર જેવું જ હોય. તમારી શોધની ચર્ચા કરો.

ઉત્તર : અંગ્રેજી ભાષાના આપેલ અક્ષરોનું સમતલ અરીસામાં પ્રતિબિંબ તે મૂળ અક્ષર જેવું જ હોય છે : A, H, I, M, O, T, U, V, W, X, Y

પ્રશ્ન 6. આભાસી પ્રતિબિંબ એટલે શું? એવી એક પરિસ્થિતિ જણાવો જેમાં આભાસી પ્રતિબિંબ રચાતું હોય.

ઉત્તર : જે પ્રતિબિંબને પડદા પર મેળવી ન શકાય તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો કે અંતર્ગોળ અરીસો ગમે તે હોય, પરંતુ વસ્તુ અરીસાની વધુ નજીક રાખવામાં આવે, તો તે પરિસ્થિતિમાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી રચાય છે.

પ્રશ્ન 7. બહિર્ગોળ લેન્સ તથા અંતર્ગોળ લેન્સ વચ્ચે રહેલા બે તફાવત આપો.

ઉત્તર :

બહિર્ગોળ લેન્સ

(1) તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે.

(2) તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે.

(3) તેના વડે વાસ્તવિક અને આભાસી એમ બંને પ્રકારનાં પ્રતિબિંબ મેળવી શકાય છે.

અંતર્ગોળ લેન્સ

(1) તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાતળો હોય છે.

(2) તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાતું નથી. (માત્ર નાનું પ્રતિબિંબ જ મળે છે.)

(3) તેના વડે ફક્ત આભાસી જ પ્રતિબિંબ મેળવી શકાય છે.

પ્રશ્ન 8. બહિર્ગોળ અરીસા તથા અંતર્ગોળ અરીસા બંને માટે એક-એક ઉપયોગ જણાવો.

ઉત્તર : (1) બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોમાં ‘સાઇડ મિરર’ તરીકે પાછળના વાહનવ્યવહારની હિલચાલ જાણવા થાય છે. (2) અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કાર કે સ્કૂટરની હેડલાઇટમાં પરાવર્તક તરીકે થાય છે.

પ્રશ્ન 9. કયા પ્રકારનો અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે?

ઉત્તર : અંતર્ગોળ અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે.

પ્રશ્ન 10. કયા પ્રકારનો લેન્સ હંમેશાં આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે?

ઉત્તર : અંતર્ગોળ લેન્સ હંમેશાં આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે.

પ્રશ્ન 11 થી 13માં સાચો વિકલ્પ પસંદ કરો :

પ્રશ્ન 11. વસ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ……………..વડે મળે છે.

(A) અંતર્ગોળ લેન્સ

(B) અંતર્ગોળ અરીસા

(C) બહિર્ગોળ અરીસા

(D) સમતલ અરીસા

ઉત્તર : (B) અંતર્ગોળ અરીસા

પ્રશ્ન 12. ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે. તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર 4 મીટર છે. જો તે અરીસા તરફ 1 મીટર ખસે, તો ત્યારબાદ ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર થાય.

(A) 3 m

(B) 5 m

(C) 6 m

(D) 8 m

ઉત્તર : (C) 6 m

પ્રશ્ન 13. મોટરકારનો ‘રીઅર વ્યૂ મિરર’ સમતલ અરીસો હોય છે. ડ્રાઇવર 2 m/s ની ઝડપથી કારને રિવર્સમાં લે છે. ડ્રાઇવર તેના રીઅર વ્યૂ મિરરમાં કારની પાછળ ઊભેલી ટ્રક જુએ છે, તો ડ્રાઇવરને ટ્રકનું પ્રતિબિંબ…………….ઝડપથી તેના તરફ આવતું જણાશે.

(A) 1 m/s

(B) 2 m/s

(C) 4 m/s

(D) 8 m/s

ઉત્તર : (C) 4 m/s

Also Read :

ધોરણ 7 વિજ્ઞાન પાઠ 12 સ્વાધ્યાય

Leave a Reply