Class 7 Gujarati Chapter 13 Swadhyay (ધોરણ 7 ગુજરાતી પાઠ 13 અભ્યાસ અને સ્વાધ્યાય)

Class 7 Gujarati Chapter 13 Swadhyay
Class 7 Gujarati Chapter 13 Swadhyay

Class 7 Gujarati Chapter 13 Swadhyay

Class 7 Gujarati Chapter 13 Swadhyay. ધોરણ 7 ગુજરાતી વિષયના એકમ 13નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 ગુજરાતી પાઠ 13 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 7

વિષય : ગુજરાતી

એકમ : 13 ભમીએ ગુજરાતે : દક્ષિણ ભણી

સત્ર : દ્વિતીય  

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના બોક્ષમાં લખો :

(1) સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે?

(ક) મહી

(ખ) વિશ્વામિત્રી

(ગ) નર્મદા

(ઘ) તાપી

જવાબ : (ઘ) તાપી

(2) લાકડીના પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા કોણ ગયું હતું?

(ક) ઔરંગઝેબ

(ખ) અકબર

(ગ) શાહજહાં

(ઘ) જહાંગીરા

જવાબ : (ક) ઔરંગઝેબ

(3) ભારતમાં થર્મોપોલી તરીકે કયું સ્થળ જાણીતું છે ?

( ક ) કતારગામ

(ખ) બારડોલી

(ગ) હરિપુરા

(ઘ) વરાછા

જવાબ : (ખ) બારડોલી

(4) ભીલ રાજાઓની મહોલાત જોવા ક્યાં જવું પડે?

(ક) રાજપીપળા

(ખ) સુરત

(ગ) નર્મદાનાં જંગલોમાં

(ઘ) સાતપુડાના ડુંગરોમાં

જવાબ : (ક) રાજપીપળા

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) પાઠના પ્રારંભે આપેલા નશામાં ક્યાં ક્યાં શહેરોનાં નામ છે?

ઉત્તર : પાઠના પ્રારંભે આપેલા નકશામાં આ શહેરોનાં નામ છે : અંકલેશ્વર, ભરૂચ, રાજપીપળા, સુરત, બારડોલી, કામરેજ, ડભોલી, સીંગણપોર, માંડવી, ભીમપોર, ડુમસ, હજીરા અને સોનગઢ.

(2) તાપી નદીને કોની પુત્રી કહી છે?

ઉત્તર : તાપી નદીને સૂર્યની પુત્રી કહી છે.

(3) અંગ્રેજોએ ‘ખૂંટો બેસાડ્યો’ એટલે શું?

ઉત્તર : અંગ્રેજોએ ‘ખૂંટો બેસાડ્યો’ એટલે અંગ્રેજોએ પાયો નાખ્યો, થાણું નાખ્યું.

(4) અકબરે ક્યાં પડાવ નાખ્યો હતો?

ઉત્તર : અકબરે તાપી નદીને કાંઠે આવેલા કિલ્લા પાસે પડાવ નાખ્યો હતો.

(5) સુરત શહેરમાં કઈ કઈ પરદેશી જાતિઓ આવેલી?

ઉત્તર : સુરત શહેરમાં આ પરદેશી જાતિઓ આવેલી : ફિરંગી, અંગ્રેજ, વલંદા (ડચ), ફ્રેન્ચ, મોગલ વગેરે.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) આ પાઠમાં આવતી કાવ્યપંક્તિઓ લખો.

ઉત્તર : આ પાઠમાં આવતી કાવ્યપંક્તિઓ :

(1) મોજશોખ ને ખાણીપીણી સુરતીલાલા સહેલાણી,

વાડી, ગાડી, લાડીમાં તેં કીધી જિંદગી ધૂળધાણી.

(2) સોનાની મૂરત સૂરત, આ તે શા તુજ હાલ !

(3) વેડ, ડભોલી અને સીંગણપોર, જતાં-આવતાં થાય બપોર.

(2) અહીં લેખકે “મહાભારત’ સાથે સંકળાયેલા કયા સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે?

ઉત્તર : અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા આ સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે : કુરુક્ષેત્રનું મેદાન, પાંડવોની ગુફા, ભીમની ગદા, હેડંબાવન વગેરે.

(3) આ પાઠમાં લેખકે નર્મદા નદી માટે ક્યાં વિશેષણો વાપર્યા છે? તે શું શું સૂચવે છે?

ઉત્તર : આ પાઠમાં લેખકે નર્મદા નદી માટે આ વિશેષણો વાપર્યા છે : મનમોહક, રમ્ય, ભવ્ય, સોહામણી, આહ્લાદક, સંતોની શિરછત્ર, સામવેદના શ્લોકોથી અલંકારાયેલી, અનસૂયાની પરમ સખીજન અને પ્રાતઃસ્મરણીય. તાપીનો સંગમ મનને મોહ પમાડે એવો છે. તેથી એને લેખકે ‘મનમોહક’ કહ્યો છે. ‘રમ્ય’, ‘ભવ્ય’, ‘સોહામણી’, ‘આહ્લાદક’ જેવાં વિશેષણો તાપીના સૌંદર્ય તેમજ કુદરતની રમણીયતાનો નિર્દેશ કરે છે. “સંતોની શિરછત્ર’, ‘સામવેદના શ્લોકોથી અલંકારાયેલી’, ‘અનસૂયાની પરમ સખીજન’, ‘પ્રાતઃસ્મરણીય’ વિશેષણો તાપીના કિનારાની સંસ્કૃતિ, એનો વારસો તેમજ ભારતીય અધ્યાત્મની પરંપરા સૂચવે છે.

(4) આ પાઠમાંથી પાંચ ઉદ્ગારવાચક વાક્યો શોધીને લખો.

ઉત્તર :

(1) તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે!

(2) અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન!

(3) જ્વાળામુખીએ કરેલી અગનની ઊલટીઓની નિશાનીઓ!

(4) સાડીનવસો કિલોમીટરનો કાંઠો, અમરકંટકથી અહીં સુધી મા!

(5) તમે અમારે માટે શું શું નથી લાવ્યાં!

(5) આ પાઠમાં આવતી બે કહેવતો લખો.

ઉત્તર : આ પાઠમાં આવતી કહેવતો :

(1) વેડ ડભોલી અને સીંગણપોર, જતાં-આવતાં થાય બપોર.

(2) આપણે બારણે પારકી લડાઈ.

પ્રશ્ન 2. બંધબેસતાં જોડકાં જોડો :

વિભાગ ‘ક’

(1) સૂર્યની પુત્રી

(2) ખારવા-ખલાસી માટે જગમશહૂર

(3) ભારતનું થર્મોપોલી

(4) ભૂતિયા ટેકરા માટે જાણીતું

(5) રાણી રૂપમતી જ્યાંથી ગિરિ-અટારી પર ચડી રેવાનાં દર્શન કરતી

વિભાગ “ખ”

(1) બારડોલી

(2) માંડવગઢ

(3) તાપી

(4) ભીમપોર

(5) ડભોલી

(6) નર્મદામૈયા

જવાબ :

(1) સૂર્યની પુત્રી – (3) તાપી

(2) ખારવા-ખલાસી માટે જગમશહૂર – (4) ભીમપોર

(3) ભારતનું થર્મોપોલી – (1) બારડોલી

(4) ભૂતિયા ટેકરા માટે જાણીતું – (5) ડભોલી

(5) રાણી રૂપમતી જ્યાંથી ગિરિ-અટારી પર ચડી રેવાનાં દર્શન કરતી – (2) માંડવગઢ

પ્રશ્ન 3. નીચેનાં વાક્યોમાંથી પ્રશ્નવાચક વિશેષણો શોધીને લખો :

(1) નર્મદામૈયા ગુજરાતે પધારતાં કેવાં જાજ્વલ્યમાન બને છે?

જવાબ : કેવાં

(2) તમે અમારા માટે કેવી જલેબી લાવ્યા છો?

જવાબ : કેવી

(3) સોનગઢનાં જંગલોમાં કયાં ક્યાં વૃક્ષો છે?

જવાબ : ક્યાં ક્યાં

(4) કુરુક્ષેત્રના મેદાનને શું માનવું?

જવાબ : શું

પ્રશ્ન 4. તમારી શાળામાંથી પાવાગઢના પ્રવાસનું આયોજન થયું છે. આ પ્રવાસમાં જવા માટે તમારા પિતાની મંજૂરી લેવા માટે તેમને પત્ર લખો.

ઉત્તર :

રાજેશ પટેલ

2, અનુપસિંહ છાત્રાલય,

વઘાસી રોડ, નડિયાદ.

ઑગસ્ટ 4, 2020.

પૂ. પિતાજી,

સાદર પ્રણામ.

આગામી દિવાળી વૅકેશનમાં શાળામાંથી પાવાગઢના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. તમે રજા આપો તો મારી પણ જવાની ઇચ્છા છે. જો હું આ પ્રવાસમાં જોડાઉં તો મારે પ્રવાસ ફી પેટે 500 ભરવા પડશે. તમારી પરવાનગીનો પત્ર લખશો અને 500 મોકલશો. વાલીનો લેખિતમાં પત્ર શાળામાં રજૂ કરવાનો હોઈ સંમતિપત્ર તરત મોકલશોજી.

આજ્ઞાંકિત,

રાજેશ પટેલ

પ્રશ્ન 5. તમારી શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. આ વિષયને લઈ અખબાર નોંધ’ તૈયાર કરો.

ઉત્તર :

તા. 12-09 -2020

માનનીય મંત્રીશ્રી,

‘લોકસેવા’ દૈનિક,

પાવન ચોકડી, મકતુપુર રોડ,

ગોલવાડ, આનંદપુર.

આ સાથે મોકલેલ ‘અખબાર નોંધ’ આપના લોકપ્રિય દૈનિકમાં પ્રકાશિત કરી આભારી કરશોજી.

આપનો વિશ્વાસુ,

જયેશ પટેલ

બીડાણ : અખબારી નોંધ

સ્થાનિક સમાચારમાં છાપવાની અખબાર નોંધ

પ્રવાસ

પાવન ચોકડી, આનંદપુરમાં આવેલા ગણેશ વિદ્યાલયનાં 40 બાળકો આબુ-અંબાજી જેવાં સુંદર સ્થળોનો પ્રવાસ કરીને પાછાં આવી ગયાં છે.

Also Read :

ધોરણ 7 ગુજરાતી પાઠ 14 અભ્યાસ અને સ્વાધ્યાય