Class 6 Social Science Chapter 10 Swadhyay (ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 10 સ્વાધ્યાય)

Class 6 Social Science Chapter 10 Swadhyay
Class 6 Social Science Chapter 10 Swadhyay

Class 6 Social Science Chapter 10 Swadhyay

Class 6 Social Science Chapter 10 Swadhyay. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયના એકમ 10 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 10 સ્વાધ્યાય.

ધોરણ : 6

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 10 પૃથ્વીનાં આવરણો

સત્ર : પ્રથમ

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો :

(1) પૃથ્વી પરનાં મુખ્ય આવરણો કેટલાં અને કયાં છે?

ઉત્તર : પૃથ્વી પરનાં મુખ્ય ચાર આવરણો છે : (1) મૃદાવરણ (ઘનાવરણ) (2) જલાવરણ (3) વાતાવરણ અને (4) જીવાવરણ

(2) મૃદાવરણ (ઘનાવરણ) એટલે શું?

ઉત્તર : ‘મૃદા’ એટલે માટી. પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. તેથી પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગોને ‘મૃદાવરણ’ (ઘનાવરણ) કહે છે.

(3) જલાવરણ શેનું બનેલું છે?

ઉત્તર : પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને ‘જલાવરણ’ કહે છે. તેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે.

(4) વાતાવરણના મુખ્ય વાયુઓ કયા છે?

ઉત્તર : નાઇટ્રોજન, ઑક્સિજન, ઓઝોન, કાર્બન ડાયૉક્સાઇડ વગેરે વાતાવરણના મુખ્ય વાયુઓ છે.

(5) જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે?

ઉત્તર : જીવસૃષ્ટિમાં મનુષ્યો, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 2. ખાલી જગ્યાઓ પૂરો :

(1) પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો વગેરે……………આવરણમાં આવેલાં છે.

ઉત્તર : મૃદાવરણ

(2) પૃથ્વી સપાટીથી આશરે…………..કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે.

ઉત્તર : 800 થી 1000

(3) વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ………..ટકા હોય છે.

ઉત્તર : 78%

પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :

(1) વાતાવરણમાં ઑક્સિજન 150 કિમીની ઊંચાઈ સુધી હોય છે.

ઉત્તર : ખોટું

(2) મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે.

ઉત્તર : ખરું

(3) જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે.

ઉત્તર : ખરું

(4) પૃથ્વી સપાટી પર પાણી અને હવાને કારણે સજીવસૃષ્ટિ વિકાસ પામે છે.

ઉત્તર : ખરું

(5) ઓઝોન વાયુ સૂર્યનાં પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે.

ઉત્તર : ખરું

પ્રશ્ન 4. ટૂંક નોંધ લખો :

(1) વાતાવરણ

ઉત્તર : પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વિવિધ વાયુઓના આવરણને ‘વાતાવરણ’ કહે છે. વાતાવરણ પારદર્શક, રંગહીન, વાસરહિત તેમજ સ્વાદરહિત છે. તેમાં વાયુ તત્વો, પ્રવાહી તત્ત્વો અને ઘન તત્ત્વો હોય છે.

વાતાવરણમાં નાઇટ્રોજન, ઑક્સિજન, ઓઝોન, કાર્બન ડાયૉક્સાઇડ તેમજ પાણીની વરાળ હોય છે. વાતાવરણમાં આ વાયુઓ ઉપરાંત ધૂળના રજકણો, ક્ષારકણો, સૂક્ષ્મ જીવજંતુઓ, ઉલ્કાકણો વગેરે હોય છે. પૃથ્વી સપાટી નજીકનું વાતાવરણ ઘટ્ટ છે, જ્યારે પૃથ્વી સપાટીથી ઊંચે જતાં હવા પાતળી થતી જાય છે.

Class 6 Social Science Chapter 10 Swadhyay
Class 6 Social Science Chapter 10 Swadhyay

કાર્બન ડાયૉક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે. ઊંચે જતાં તેનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયૉક્સાઇડ આશરે 20 કિમીની ઊંચાઈ પછી, ઑક્સિજન આશરે 110 કિમીની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિમીની ઊંચાઈ પછી તેની હાજરી ઓછી જણાય છે. ખૂબ ઊંચાઈએ જતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જ જોવા મળે છે.

Class 6 Social Science Chapter 10 Swadhyay
Class 6 Social Science Chapter 10 Swadhyay

વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું છે. રજકણો અને ક્ષારકણો વાતાવરણના ઘન ઘટકો છે. તે વાતાવરણના નીચલા સ્તરમાં હોય છે.

(2) જલાવરણનું મહત્ત્વ

ઉત્તર : જલાવરણનું મહત્ત્વ આ પ્રમાણે છે : (1) જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે. (2) વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રોમાંથી આવે છે. (3) સમુદ્રોના પાણીમાંથી રસાયણો મળે છે. સમુદ્રતળ નીચેથી મેંગેનીઝ, લોખંડ, કલાઈ અને ખનીજ તેલ મળે છે. (4) સમુદ્રો માનવીના પ્રોટીનયુક્ત ખોરાકના ભંડારો છે. સમુદ્રોમાંથી માનવીને ખોરાક માટે માછલાં તેમજ અન્ય જીવો મળે છે. (5) સમુદ્રના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે. (6) સમુદ્રનાં મોજાં, પ્રવાહો અને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. (7) મહાસાગરોનો જળમાર્ગો તરીકે ઉપયોગ થાય છે.

(3) મૃદાવરણનું મહત્ત્વ

ઉત્તર : મૃદાવરણ (ઘનાવરણ)નું મહત્ત્વ આ પ્રમાણે છે :

(1) મૃદાવરણ (ઘનાવરણ) માનવીનું નિવાસસ્થાન છે. તે માનવને રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટેની સામગ્રી આપે છે. (2) માનવને મૃદાવરણ (ઘનાવરણ)ના જલસ્રોતોમાંથી પાણી મળે છે. (3) માનવી મૃદાવરણ (ઘનાવરણ) પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે તેમજ ઉદ્યોગ-ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. (4) મૃદાવરણ (ઘનાવરણ) વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસસ્થાન છે. મૃદાવરણ (ઘનાવરણ) પરનાં જંગલો, ઘાસનાં મેદાનો, પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે. (5) મૃદાવરણ (ઘનાવરણ)માંથી મળતાં ખનીજોનો ઉદ્યોગોમાં અને બીજી રીતે ઉપયોગ થાય છે. (6) માનવીનું અસ્તિત્વ અને માનવ-સંસ્કૃતિનો વિકાસ મૃદાવરણ (ઘનાવરણ)ને આભારી છે.

Also Read :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 3 સ્વાધ્યાય

Spread the love
error: Content is protected !!
Scroll to Top