Class 6 Science Chapter 9 Swadhyay (ધોરણ 6 વિજ્ઞાન પાઠ 9 સ્વાધ્યાય)

Class 6 Science Chapter 9 Swadhyay
Class 6 Science Chapter 9 Swadhyay

Class 6 Science Chapter 9 Swadhyay

Class 6 Science Chapter 9 Swadhyay. ધોરણ 6 વિજ્ઞાન વિષયના એકમ 9 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 વિજ્ઞાન પાઠ 9 સ્વાધ્યાય.

ધોરણ : 6

વિષય : વિજ્ઞાન

એકમ : 9. વિદ્યુત તથા પરિપથ

સ્વાધ્યાય

પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂરો :

(1) વિદ્યુત પરિપથને તોડવા માટે વપરાતા સાધનને…………….કહેવાય છે.

જવાબ : સ્વિચ

(2) વિદ્યુતકોષમાં………………..ટર્મિનલ (ધ્રુવ) હોય છે.

જવાબ : બે

પ્રશ્ન 2. નીચેનાં વાક્યો સાચાં છે કે ખોટાં તેનું નિશાન કરો :

(1) વિદ્યુતપ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે.

જવાબ : ખરું

(2) વિદ્યુત પરિપથ બનાવવા માટે ધાતુના તારને બદલે શણની દોરી વાપરી શકાય છે.

જવાબ : ખોટું

(3) વિદ્યુતપ્રવાહ થરમૉકોલની શીટમાંથી પસાર થઈ શકે છે.

જવાબ : ખોટું

પ્રશ્ન 3. સમજાવો કે આપેલ આકૃતિ 12.13માં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી?

ઉત્તર : આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં ટેસ્ટરનો હાથો પ્લાસ્ટિકનો છે. પ્લાસ્ટિક વિદ્યુત-અવાહક પદાર્થ છે. તેથી વિદ્યુત પરિપથના A અને B વચ્ચેનો ભાગ સળંગ વાહક તારથી જોડાયેલ નથી. આમ, આ વિદ્યુત પરિપથ અપૂર્ણ કહેવાય. તેથી બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી.

Class 6 Science Chapter 9 Swadhyay
Class 6 Science Chapter 9 Swadhyay

પ્રશ્ન 4. આપેલ આકૃતિ 12.14માં દર્શાવેલ ચિત્રને પૂર્ણ કરો અને જણાવો કે બલ્બને પ્રકાશિત કરવા માટે વાયરના છૂટા છેડાઓને કેવી રીતે જોડવા પડશે?

ઉત્તર : આપેલ આકૃતિમાં વિદ્યુતકોષ અને બલ્બના બંનેના નીચેના ટર્મિનલ જોડાયેલા નથી. તે જ રીતે સ્વિચ બોર્ડમાંથી બહાર નીકળતા બે વાયરો જોડાયેલા નથી. તેથી સ્વિચ બોર્ડના એક વાયરને બલ્બના ટર્મિનલ સાથે અને બીજા છૂટા વાયરને વિદ્યુતકોષના બીજા ટર્મિનલ સાથે જોડવા જોઈએ જેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય.

Class 6 Science Chapter 9 Swadhyay
Class 6 Science Chapter 9 Swadhyay

પ્રશ્ન 5. વિદ્યુત સ્વિચનો ઉપયોગ કરવા માટેનો હેતુ કયો છે? કેટલાંક વિદ્યુતઉપકરણોનાં નામ જણાવો કે જેમાં વિદ્યુત સ્વિચ તેની સાથે જ જોડાયેલ હોય છે.

ઉત્તર : વિદ્યુત સ્વિચનો ઉપયોગ તેની સાથે જોડાયેલ વિદ્યુતઉપકરણને ચાલુ (ON) કરવા અથવા બંધ (OFF) કરવામાં થાય છે. વિદ્યુત સ્વિચ વિદ્યુતઉપકરણોમાં તેની સાથે જ જોડાયેલ (Inbuilt) હોય તેવા વિદ્યુતઉપકરણો નીચે મુજબ છે :

રેડિયો, ટીવી, ઍર કુલર, એસી (AC), વૉશિંગ મશીન, માઇક્રોવેવ ઑવન, ગ્રાઇન્ડર, મિક્સર વગેરે.

પ્રશ્ન 6. આકૃતિ (પ્રશ્ન 4ની આકૃતિ જોવી) 12.14માં સેફ્ટી પિનને બદલે જો રબર લગાડવામાં આવે તો બલ્બ પ્રકાશિત થશે?

ઉત્તર : ના, બલ્બ પ્રકાશિત થશે નહિ.

કારણ : સેફ્ટી પિન વિદ્યુત-સુવાહક પદાર્થ છે અને તેને બદલે મૂકવાનો પદાર્થ રબર વિદ્યુત-અવાહક પદાર્થ છે. આમ, વિદ્યુત પરિપથમાં વિદ્યુત-સુવાહકને બદલે વિદ્યુત-અવાહક પદાર્થ મૂકવાથી વિદ્યુતપરિપથ અપૂર્ણ બને છે. આથી બલ્બ પ્રકાશિત થશે નહિ.

પ્રશ્ન 7. શું આકૃતિ 12.15માં દર્શાવવામાં આવેલા પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે?

ઉત્તર : ના, બલ્બ પ્રકાશિત થશે નહિ.

કારણ : વિધુતકોષના ધન અને ઋણ ટર્મિનલના જુદા જુદા વાયર બલ્બના જુદા જુદા ટર્મિનલ સાથે જોડવાને બદલે બલ્બના એક જ ટર્મિનલ સાથે જોડેલા છે. તેથી વિદ્યુતપરિપથ પૂર્ણ થતો ન હોવાથી બલ્બ પ્રકાશિત થશે નહિ.

Class 6 Science Chapter 9 Swadhyay
Class 6 Science Chapter 9 Swadhyay

પ્રશ્ન 8. કોઈ વસ્તુ સાથે ‘વાહક-ટેસ્ટર’નો ઉપયોગ કરીને એ જોવામાં આવ્યું કે બલ્બ પ્રકાશિત થાય છે. શું આ પદાર્થ વિદ્યુત-સુવાહક છે કે વિદ્યુત-અવાહક? સમજાવો.

ઉત્તર : તે પદાર્થ વિદ્યુત-સુવાહક છે. કોઈ વસ્તુ સાથે ‘વાહક-ટેસ્ટર’નો ઉપયોગ કરવાથી બલ્બ પ્રકાશિત થાય છે. એટલે કે પદાર્થ વિદ્યુત-સુવાહક જ હશે. પદાર્થ વિદ્યુત-અવાહક હોત તો વિદ્યુત પરિપથ પૂર્ણ થઈ શકે નહિ અને બલ્બ પ્રકાશિત થાય નહિ.

પ્રશ્ન 9. તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરનાં મોજાં પહેરે છે? સમજાવો.

ઉત્તર : ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે. આ વખતે હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે. આમ થતાં શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે. જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજાં પહેરે તો ખુલ્લા વાયરને મોજાં પહેરેલ હાથ અડકે તોપણ રબર વિદ્યુત-અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગે નહિ. આથી, ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજાં પહેરે છે.

પ્રશ્ન 10. ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવાતાં સાધનો જેવાં કે સ્કૂ-ડ્રાઇવર અને પક્કડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ ચઢાવેલ હોય છે. શું તમે તેનું કારણ સમજાવી શકો છો?

ઉત્તર : ઇલેક્ટ્રિશિયનના સ્કૂ-ડ્રાઇવર અને પક્કડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકનાં આવરણ હોય છે. રબર અને પ્લાસ્ટિક વિદ્યુત-અવાહક પદાર્થો છે. આથી ઇલેક્ટ્રિશિયન રબર અથવા પ્લાસ્ટિકના આવરણવાળા સ્કૂ-ડ્રાઇવર અને પક્કડ વડે ઇલેક્ટ્રિકનું કામ કરે ત્યારે વિદ્યુતપ્રવાહ આ સાધનોમાંથી ઇલેક્ટ્રિશિયનના શરીરમાં પસાર થઈ શકતો નથી. પરિણામે તેને વીજળીનો આંચકો લાગતો નથી.

Spread the love
error: Content is protected !!
Scroll to Top