Class 6 Gujarati Chapter 11 Swadhyay (ધોરણ 6 ગુજરાતી પાઠ 11 અભ્યાસ અને સ્વાધ્યાય)

Class 6 Gujarati Chapter 11 Swadhyay
Class 6 Gujarati Chapter 11 Swadhyay

Class 6 Gujarati Chapter 11 Swadhyay

Class 6 Gujarati Chapter 11 Swadhyay. ધોરણ 6 ગુજરાતી વિષયના એકમ 11નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 ગુજરાતી પાઠ 11 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 6

વિષય : ગુજરાતી

એકમ : 11. એક જાદુઈ પત્રની વાર્તા

સત્ર : દ્વિતીય  

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલાં બોક્ષમાં લખો :

(1) ફિલ્મ જોવા જવા માટે બંને મિત્રો પાસે શું નહોતું?

(ક) સમય

(ખ) ટિકિટ

(ગ) પૈસા

(ઘ) અનુકૂળતા

જવાબ : (ખ) ટિકિટ

(2) પત્ર કોણે લખ્યો હતો?

(ક) નિરંજનના કાકાએ

(ખ) લેખક

(ગ) નિરંજન

(ઘ) મૅનેજર

જવાબ : (ક) નિરંજનના કાકાએ

(3) મૅનેજર પત્રને વાંચી શક્યા નહિ, કેમ કે –

(ક) કૅબિનમાં પૂરતું અજવાળું નહોતું.

(ખ) તેમણે ચશ્માં નહોતાં પહેર્યા. 

(ગ) પત્ર અંગ્રેજી ભાષામાં લખાયેલો હતો.

(ઘ) પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો.

જવાબ : (ઘ) પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો.

(4) બંને મિત્રોને શેનો અફ્સોસ હતો?

(ક) પત્ર ખોવાઈ ગયો એનો.

(ખ) પત્ર વેદસાહેબ પાસે રહી ગયો એનો.

(ગ) પત્ર ફાટી ગયો એનો.

(ઘ) નોકરી ન મળી એનો.

જવાબ : (ખ) પત્ર વેદસાહેબ પાસે રહી ગયો એનો.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું?

ઉત્તર : નિરંજન અને તેના મિત્રએ રવિવારે સવારે ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું.

(2) પત્ર કોણે લખ્યો હતો?

ઉત્તર : પત્ર નિરંજનના દૂરના કાકા વેદસાહેબે લખ્યો હતો.

(૩) વેદસાહેબ કયો હોદ્દો ધરાવે છે?

ઉત્તર : વેદસાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો હોદ્દો ધરાવે છે.

(4) ફિલ્મ જોવા માટે મૅનેજરે શી વ્યવસ્થા કરી?

ઉત્તર : ફિલ્મ જોવા માટે મૅનેજરે બાલ્કનીમાં બે એકસ્ટ્રા ખુરશીઓ મુકાવી.

(5) નિરંજનના મિત્રને ક્યાં અને કઈ નોકરી મળી?

ઉત્તર : નિરંજનના મિત્રને વેદસાહેબની ઑફિસમાં, ક્લાર્ક તરીકેની નોકરી મળી.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

(1) પત્ર જાદુઈ કેમ લાગ્યો?

ઉત્તર : લેખક એમના મિત્ર નિરંજન સાથે રવિવારે સવારે સિનેમા જોવા ગયા. તેમણે અગાઉથી ટિકિટ લીધી નહોતી અને થિયેટર હાઉસફૂલ હતું. તેમણે કોઈનાથી અક્ષરો ન ઉકલે એવો એક પત્ર ‘લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર વેદસાહેબનો છે’ એમ કહી સિનેમાગૃહના મેનેજરને આપ્યો. મેનેજરે બાલ્કનીમાં બે વધારાની ખુરશીઓ મુકાવીને બંને મિત્રો માટે સિનેમા જોવાની વ્યવસ્થા કરી, આથી પત્ર જાદુઈ લાગ્યો.

(2) નિરંજનને પત્રથી શો લાભ થયો?

ઉત્તર : નિરંજનને પત્રને કારણે મફતમાં ફિલ્મ જોવા મળી.

(3) નિરંજનના મિત્રએ પત્રનો કેવો ઉપયોગ કર્યો?

ઉત્તર : નિરંજનના મિત્રએ એક સુવિખ્યાત કંપનીમાં ક્લાર્કની જગ્યા માટે અરજી કરી હતી. એનો ઇન્ટર્વ્યૂ હતો. મિત્ર એ જાદુઈ પત્ર લઈને ગયો. તેણે એ પત્ર પી.એ. દ્વારા કંપનીના મૅનેજરને મોકલાવ્યો. વાસ્તવમાં જેમણે એ પત્ર લખ્યો હતો તે વેદસાહેબ પોતે જ એ કંપનીના મેનેજર હતા. વેદસાહેબે પોતાના અક્ષર ઓળખ્યા પણ તે પોતાનું લખાણ ઉકેલી શક્યા નહિ. આ પત્રને લીધે નિરંજનના મિત્રને નોકરી મળી ગઈ. આમ, નિરંજનના મિત્રએ પત્રનો ઉપયોગ નોકરી મેળવવા માટે કર્યો.

(4) વેદસાહેબ વિશે પાંચ-સાત વાક્યો લખો.

ઉત્તર : વેદસાહેબનું નામ એમ. જી. વેદ હતું. તેઓ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા. તેઓ નિરંજનના દૂરના કાકા હતા. નિરંજનનો મિત્ર જે કંપનીનો ઇન્ટર્વ્યૂ આપવા ગયો હતો તે કંપનીમાં વેદસાહેબ મૅનેજર હતા. પત્ર તેમના જ હસ્તાક્ષરમાં હતો, છતાં તે વાંચી શક્યા નહિ. આવો પત્ર તેમણે કોઈની ભલામણ માટે લખ્યો હોય એવું પણ તેમને યાદ નહોતું. આમ છતાં તેમણે પત્ર લાવનાર નિરંજનના મિત્રને નોકરી આપી, આમ વેદસાહેબ ભલા માણસ હતા.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો :

(1) તમે આ પત્રનો ઉપયોગ કેવી રીતે કરશો?

ઉત્તર : આ પત્રનો ઉપયોગ હું આ રીતે અંગત લાભ મેળવવા માટે ક્યારેય ન કરું.

(2) આ પત્રથી બંને મિત્રોને શો ફાયદો થયો?

ઉત્તર : ઓ પત્રથી નિરંજન અને તેના મિત્રને મફતમાં ફિલ્મ જોવા મળી. આ પત્રથી નિરંજનના મિત્રને વેદસાહેબની ઑફિસમાં ક્લાર્કની નોકરી મળી.

પ્રશ્ન 3. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો :

(1) ઝંખવાણા પડી જવું – છોભીલા પડી જવું, ખસિયાણા પડી જવું

વાક્ય : જૂઠાણું ખુલ્લું પડી જતાં ખુશાલ બધાંની આગળ ઝંખવાણો પડી ગયો.

(2) સ્તબ્ધ થઈ જવું – આશ્ચર્યચકિત થઈ જવું

વાક્ય : પોતાના દીકરાને જ ઘરમાં ચોરી કરતો જોઈ પિતાજી સ્તબ્ધ થઈ ગયા.

(3) મોતિયા મરી જવા – હોશ ગુમાવવો, હિંમત હારી જવી

વાક્ય : જંગલમાં દૂરથી સિંહને આવતો જોઈ પ્રવાસીના મોતિયા મરી ગયા.

પ્રશ્ન 4. નીચેનાં વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકો :

(1) કેમ હું ખોટું કહેતો હતો

ઉત્તર : “કેમ, હું ખોટું કહેતો હતો?”

(2) તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું નિરંજને કહ્યું

ઉત્તર : “તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું.” નિરંજને કહ્યું.

(3) ના સાહેબ આપે આજે અમને ઘણી મદદ કરી છે

ઉત્તર : ‘‘ના સાહેબ ! આપે આજે અમને ઘણી મદદ કરી છે.”

પ્રશ્ન 5. નીચેનાં વાક્યોમાંથી ક્રિયાપદ શોધી, તેને તેની મૂળ જગ્યા પર મૂકી,વાક્ય ફરીથી લખો :

(1) આવો ખાવા મારાં ચાખેલાં બોર.

ઉત્તર : મારાં ચાખેલાં બોર ખાવા આવો.

(2) રાજાએ સાંભળ્યો ફકીરનો જવાબ.

ઉત્તર : રાજાએ ફકીરનો જવાબ સાંભળ્યો.

(3) ચારે બાજુ હતાં પંખીઓનાં વીખરાયેલાં પીંછાં.

ઉત્તર : પંખીઓનાં પીંછાં ચારે બાજુ વીખરાયેલાં હતાં.

(4) બા તો ગયાં સીધાં બાપુ પાસે.

ઉત્તર : બા તો સીધાં બાપુ પાસે ગયાં.

(5) તમે વાપરી હશે લાકડામાંથી બનાવેલી કાંસકી.

ઉત્તર : તમે લાકડામાંથી બનાવેલી કાંસકી વાપરી હશે.

પ્રશ્ન 6. સૂચના પ્રમાણે કરો :

(1) આ પાઠમાં વપરાયેલા અંગ્રેજી શબ્દોની યાદી કરો.

ઉત્તર : આ પાઠમાં વપરાયેલા અંગ્રેજી શબ્દો : શૉ, ફિલ્મ, ટિકિટ, થિયેટર, હાઉસફૂલ, લેટરપેડ, મૅનેજર, કેબિન, લાયન્સ ક્લબ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર, બાલ્કની, એકસ્ટ્રા ચેર્સ, ઇન્ટરવલ, પોલીસ, ઑફિસ, કંપની, ઇન્ટવ્યું, પી.એ., હેડ ઑફિસ, ઑલ રાઇટ, પોસ્ટમાસ્તર.

(2) વ્યવહારમાં વપરાતા આવા બીજા અંગ્રેજી શબ્દોની યાદી કરો.

ઉત્તર : વ્યવહારમાં વપરાતા આવા બીજા અંગ્રેજી શબ્દો : ડૉક્ટર, નર્સ, ઇજેક્શન, હૉસ્પિટલ, એકાઉંટન્ટ, ઍલ્યુમિનિયમ, ડીઝલ, ડેરી, પોસ્ટ-ઑફિસ, બૉલપેન, ટ્રેઇન, પ્લેટફોર્મ વગેરે.

(3) આ શબ્દો પૈકી કોઈ પણ બે શબ્દો પરથી ત્રણ-ત્રણ વાક્યો બનાવો.

ઉત્તર :

ડૉક્ટર : (1) સંજીવકુમાર ડૉક્ટર છે.

(2) દરદીએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

(3) ડૉક્ટર સમાજનો સેવક છે.

થિયેટર : (1) અમારા ઘર પાસે થિયેટર છે.

(2) અમે થિયેટરમાં ફિલ્મ જોવા જઈએ છીએ.

(3) મમ્મી અને પપ્પા પણ થિયેટર ઉપર આવશે.

Also Read :

ધોરણ 6 ગુજરાતી પાઠ 12 અભ્યાસ અને સ્વાધ્યાય

Spread the love
error: Content is protected !!
Scroll to Top