54 Gujarati Bal Varta । 54. ગાડા નીચે કૂતરું

54 Gujarati Bal Varta
54 Gujarati Bal Varta

54 Gujarati Bal Varta । 54. ગાડા નીચે કૂતરું

54 Gujarati Bal Varta. 54 ગાડા નીચે કૂતરું વાર્તા વાંચો. ગુજરાતી વાર્તા. ગુજરાતી બાળવાર્તા. Gujarati Bal Varta Story. Gujarati Varta Story. Gujarati Varta.

એક કૂતરો હતો. એક દિવસ તે એક ગાડા તળે ચાલ્યો આવતો હતો. ચાલતાં ચાલતાં તેને એવો ભ્રમ પેદા થયો કે આ આખા ગાડાનો ભાર મારા પર આવી ગયો છે. આથી ગાડું ધીમું ચાલે તો પોતે ધીમો ચાલે; જો તે ઉતાવળું ચાલે કે અટકે તો તે પણ ઉતાવળો ચાલે કે અટકે.

તેને તો એમ જ થઈ ગયું હતું કે કે મારા વિના આ ગાડું ચાલશે જ નહિ. એ બિચારો કૂતરો ક્યાંક ગાડાના પૈડાં નીચે આવી જશે, તો કચરાઈ જશે એમ ધારી તે ગાડું હાંકનારે તેને ગાડા તળેથી હાંકી મૂક્યો.

કૂતરો – ભાઈ, તું મને હાંકી મૂકે છે, પણ પછી તારું ગાડું કોણ ખેંચી જશે ?

ગાડું હાંકનારો – શું ! તું ગાડું ખેંચે છે કે ? મારું ગાડું તો મારા બળદ ખેંચી જાય છે; તેમાં તારે શું ? નીકળી જા બહાર, નહિતર ક્યાંક ચગદાઈ મરીશ. કામ બીજા કરે, છતાં બધું કામ હું પોતે કરું છું, અને મારા વિના તે કામ અટકી પડશે એમ માની લેવું એ પણ એક નવાઈની વાત જ છે !

આ વાર્તા પણ વાંચો :

55. કીડી અને કબૂતર

Leave a Reply