1 Panchayati raj Mcq In Gujarati (પંચાયતી રાજ MCQ)

1 Panchayati raj Mcq In Gujarati
1 Panchayati raj Mcq In Gujarati

1 Panchayati raj Mcq In Gujarati, પંચાયતી રાજ MCQ, Panchayati Raj Mcq Gujarati with Answers, Panchayati Raj Mcq Gujarati pdf Download, Panchayati raj mcq gujarati pdf, પંચાયતી રાજ Mcq PDF Download, Panchayati Raj Mcq Gujarati online test, Panchayati Raj Mcq Gujarati Questions and Answers.

વિષય :પંચાયતી રાજ
ભાગ : 1
MCQ :1 થી 50
1 Panchayati raj Mcq In Gujarati

1 Panchayati raj Mcq In Gujarati (1 To 10)

(1) 73મા બંધારણ સુધારાથી દેશમાં પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ?

(A) મહિલાઓ

(B) અનુસૂચિત જાતિઓ

(C) અનુસૂચિત જનજાતિઓ

(D) ઉપરોક્ત તમામ

જવાબ : (D) ઉપરોક્ત તમામ

(2) ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે?

(A) વન વિકાસ સમિતિના પ્રમુખ

(B) સરપંચ

(C) તલાટી

(D) સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ

જવાબ : (B) સરપંચ

(3) જિલ્લાની વસ્તી 4 લાખ કરતા વધુ ન હોય તેવા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા……..હોય છે.

(A) 15

(B) 17

(C) 18

(D) 16

જવાબ : (C) 18

Play Quiz :

પંચાયતી રાજ MCQ QUIZ ભાગ 1

(4) પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે?

(A) સમવર્તી યાદી

(B) રાજ્ય યાદી

(C) રાષ્ટ્રપતિ યાદી

(D) કેન્દ્ર યાદી

જવાબ : (B) રાજ્ય યાદી

(5) ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?

(A) 15 અને 24

(B) 7 અને 9

(C) 8 અને 16

(D) 5 અને 15

જવાબ : (C) 8 અને 16

(6) જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ થયેલ કોઈ વ્યક્તિ એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે?

(A) 90 દિવસ

(B) 45 દિવસ

(C) 30 દિવસ

(D) 60 દિવસ

જવાબ : (D) 60 દિવસ

(7) કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે?

(A) ભૌગોલિક સ્થિતિ

(B) આર્થિક સ્થિતિ

(C) ઉદ્યોગોની સંખ્યા

(D) વસતિની સંખ્યા

જવાબ : (D) વસતિની સંખ્યા

(8) ગુજરાત રાજ્યના પ્રથમ એમ.ફિલ સરપંચનું નામ જણાવો.

(A) ધીરૂભાઈ દેવરામ

(B) સુનિલ પટેલ

(C) સંજય પારગી

(D) મીયા હુસેન

જવાબ : (C) સંજય પારગી

(9) ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પાયો નાખનાર વાઈસરોય નીચેનામાંથી કોણ છે?

(A) લોર્ડ લિયન

(B) લોર્ડ મેયો

(C) લોર્ડ કર્ઝન

(D) લોર્ડ રિપન

જવાબ : (D) લોર્ડ રિપન

(10) બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોંપવામાં આવ્યા છે?

(A) અનુસૂચિ-9

(B) અનુસૂચિ-6

(C) અનુસૂચિ-11

(D) અનુસૂચિ-12

જવાબ : (C) અનુસૂચિ-11

1 Panchayati raj Mcq In Gujarati (11 To 20)

(11) કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઇ સંસ્થા કામ કરશે તેનો મોટો આધાર શેના પર છે?

(A) વસતીની સંખ્યા

(B) વિસ્તારનું ક્ષેત્રફળ

(C) વિસ્તારમાં ઘરોની સંખ્યા

(D) વિસ્તારની આવક

જવાબ : (A) વસતીની સંખ્યા

(12) ગ્રામ પંચાયતનું વહીવટી કામ કોણ સંભાળે છે?

(A) સરપંચ

(B) કમિશનર

(C) ટી.ડી.ઓ

(D) તલાટીકમ મંત્રી

જવાબ : (D) તલાટીકમ મંત્રી

(13) જિલ્લા આયોજન સમિતિઓની રચના કોના દ્વારા ફરિજયાત કરવામાં આવી છે?

(A) 73મા બંધારણીય સુધારા અધિનિયમ

(B) 74મા બંધારણીય સુધારા અધિનિયમ

(C) સી.એચ. હનુમંત રાવ સમિતિ

(D) દાંતેવાલા સમિતિ

જવાબ : (B) 74મા બંધારણીય સુધારા અધિનિયમ

(14) લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્વાર માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા?

(A) એલ.એમ. સિંઘવી

(B) એન.કે.પી. સાલ્વે

(C) કે.સી. પંત

(D) જી.વી.કે. રાવ

જવાબ : (A) એલ.એમ. સિંઘવી

(15) પંચાયતના કરમાં ‘લેન્ડ સેસ’ શું છે?

(A) જમીન મહેસૂલ

(B) જમીન મહેસૂલ પરનો સરચાર્જ

(C) ઘરવેરો

(D) ઉપર પૈકીનો કોઈ નહી

જવાબ : (B) જમીન મહેસૂલ પરનો સરચાર્જ

1 Panchayati raj Mcq In Gujarati
1 Panchayati raj Mcq In Gujarati

(16) મહિલાઓ માટે ગુજરાતમાં પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે?

(A) એક તૃતીયાંશ

(B) એક પંચમાશ

(C) પચાસ ટકા

(D) પાંત્રીસ ટકા

જવાબ : (C) પચાસ ટકા

(17) ભારતમાં નીચેના પૈકી કઈ તારીખે દર વર્ષે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે?

(A) 21મી એપ્રિલ

(B) 24મી એપ્રિલ

(C) 26મી એપ્રિલ

(D) 2જી એપ્રિલ

જવાબ : (B) 24મી એપ્રિલ

(18) પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌપ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો?

(A) રાજસ્થાન

(B) દિલ્હી

(C) તામિલનાડુ

(D) કર્ણાટક

જવાબ : (A) રાજસ્થાન

(19) કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત કયારથી થઈ?

(A) પ્રથમ નાણાંપંચથી

(B) 73માં બંધારણ સુધારા બાદ

(C) પંચાયતોએ 1990માં કરેલી માગણીઓ બાદ

(D) બંધારણના આરંભથી

જવાબ : (B) 73માં બંધારણ સુધારા બાદ

(20) ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને કયારથી સોપવામાં આવી.

(A) 2004

(B) 2007

(C) 2006

(D) 2005

જવાબ : (C) 2006

1 Panchayati raj Mcq In Gujarati (21 To 30)

(21) સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી?

(A) રિખવદાસ શાહ સમિતિ

(B) ઝીણાભાઈ દરજી સમિતિ

(C) બળવંતરાય મહેતા સમિતિ

(D) અશોક મહેતા સમિતિ

જવાબ : (B) ઝીણાભાઈ દરજી સમિતિ

(22) ભારતમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી?

(A) અશોક મહેતા સમિતિ

(B) બળતંયરાય મહેતા સમિતિ

(C) ઝીણાભાઈ દરજી સમિતિ

(D) રિખવદાસ શાહ સમિતિ

જવાબ : (B) બળતંયરાય મહેતા સમિતિ

(23) બળવંતરાય મહેતાનું નામ શાની સાથે વિશેષ સંકળાયેલું છે?

(A) દેશી રાજ્યનું એકીકરણ

(B) ભાષાવાર પ્રાંત રચના

(C) પંચાયતી રાજ

(D) ભારતનું બંધારણ

જવાબ : (C) પંચાયતી રાજ

(24) ગ્રામ પંચાયતે કઈ સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે?

(A) શિક્ષણ સમિતિ

(B) આરોગ્ય સમિતિ

(C) કલ્યાણ સમિતિ

(D) સામાજિક ન્યાય સમિતિ

જવાબ : (D) સામાજિક ન્યાય સમિતિ

(25) પંચાયતની મુદ્દત કેટલાં વર્ષ માટે હોય છે?

(A) સાત વર્ષ

(B) કોઈ મુદ્દત નથી

(C) ચાર વર્ષ

(D) પાંચ વર્ષ

જવાબ : (D) પાંચ વર્ષ

(26) 73મા બંધારણ સુધારાથી દેશમાં સૌપ્રથમ કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ?

(A) મહિલાઓ

(B) અનુસૂચિત જાતિઓ

(C) અનુસૂચિત જનજાતિઓ

(D) ઉપરોક્ત તમામ

જવાબ : (A) મહિલાઓ

1 Panchayati raj Mcq In Gujarati
1 Panchayati raj Mcq In Gujarati

(27) નીચેના પૈકી કઈ સંસ્થા દ્વારા રાજયની પંચાયત સંસ્થાઓની નાણાકીય સ્થિતિ ચકાસવામાં આવે છે અને કરવેરા બાબતની ફાળવણી માટે રાજય સરકારને ભલામણ કરે છે?

(A) જીલ્લા આયોજન મંડળ

(B) રાજય ફાયનાન્સ કમિશન

(C) રાજયના નાણામંત્રીશ્રી

(D) રાજયના પંચાયતમંત્રીશ્રી

જવાબ : (B) રાજય ફાયનાન્સ કમિશન

(28) પંચાયતોને કર નાખવાની સત્તા અને રાજયના એકત્રિત ફંડમાંથી સહાયક અનુદાન આપવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

(A) 243 ચ

(B) 243 છ

(C) 243 જ

(D) 243 ઝ

જવાબ : (D) 243 ઝ

(29) સાધારણ સભા બોલાવવાની કાર્યવાહી જિલ્લા પંચાયતના સચિવ તરીકે કોણ કરે છે?

(A) જિલ્લા પંચાયત પ્રમુખ

(B) સચિવ, પંચાયત વિભાગ

(C) તલાટી

(D) જિલ્લા વિકાસ અધિકારી

જવાબ : (D) જિલ્લા વિકાસ અધિકારી

(30) નીચેના પૈકી કઈ સમિતિએ પંચાયત સુધાર બાબતનો અહેવાલ આપેલો છે?

(A) વિઠ્ઠલદાસ કોઠારી સમિતિ

(B) રિખવદાસ શાહ સમિતિ

(C) બબલભાઈ મહેતા સમિતિ

(D) ભૂરિયા સમિતિ

જવાબ : (B) રિખવદાસ શાહ સમિતિ

1 Panchayati raj Mcq In Gujarati (31 To 40)

(31) રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે?

(A) 15 એપ્રિલ

(B) 20 એપ્રિલ

(C) 21 એપ્રિલ

(D) 24 એપ્રિલ

જવાબ : (D) 24 એપ્રિલ

(32) પંચાયતમાં સભ્યપદ માટેની ગેરલાયકાતની જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે?

(A) 243 E (1)

(B) 243 F (1)

(C) 243 D (1)

(D) 243 C (1)

જવાબ : (B) 243 F (1)

(33) ‘પેસા’ PESA નાં આદર્શ નિયમોને કારણે ગામની ગ્રામસભાને કઈ બાબતો માટે વિશેષ અધિકારો મળશે?

(A) ગૌણ ખનીજ ઉત્ખન્ન

(B) ગૌણ વનપેદાશોની માલિકી

(C) જમીન અને જમીન સંપાદન

(D) ઉપરોકત બધીજ બાબતો

જવાબ : (D) ઉપરોકત બધીજ બાબતો

(34) રાજયમાં પંચાયતી સંસ્થાઓની નાણાંકીય સ્થિતિની સમીક્ષા કરવા અને જરૂરી ભલામણો કરવા માટે ફાયનાન્સ કમિશનની રચના કરવાની જવાબદારી કોની છે?

(A) માન.મુખ્યમંત્રીશ્રી

(B) માન.નાણામંત્રીશ્રી

(C) માન.ગવર્નરશ્રી

(D) માન.રાષ્ટ્રપતિશ્રી

જવાબ : (C) માન.ગવર્નરશ્રી

(35) ગ્રામપંચાયતોની સ્થાપના કરવા માટે રાજય પગલાં ભરશે એવું બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલું છે?

(A) અનુચ્છેદ – 39

(B) અનુચ્છેદ – 39 A

(C) અનુચ્છેદ – 40

(D) અનુચ્છેદ – 41

જવાબ : (C) અનુચ્છેદ – 40

(36) ગ્રામ પંચાયતની બેઠકમાં ઠરાવ ઉપરના મતદાનમાં તરફેણ અને વિરોધ બન્ને પક્ષે સરખા મત હોય તો એક વધારાનો મત આપવાનો અધિકાર કોને છે?

(A) તલાટી કમ મંત્રી

(B) તાલુકા વિકાસ અધિકારી

(C) સરપંચ

(D) પ્રમુખ તાલુકા પંચાયત

જવાબ : (C) સરપંચ

(37) ગુજરાત રાજ્યનાં પંચાયતી ધારા અનુસાર ગ્રામ્ય કક્ષાના વિવાદોમાં ન્યાયીક પ્રક્રિયા માટે………………..ની વ્યવસ્થા છે.

(A) ન્યાય પંચાયત

(B) સમાધાન પંચ

(C) ન્યાયની સ્થાનિક અદાલત

(D) મામલતદાર કચેરી

જવાબ : (A) ન્યાય પંચાયત

(38) ગ્રામ, નગર અને તાલુકા પંચાયત જેવી ત્રણે સ્તરની પંચાયતની સર્વોપરી પંચાયત કોણ ગણાય?

(A) રાષ્ટ્રીય કક્ષાની સમિતિ

(B) રાજ્ય કક્ષાની સમિતિ

(C) જિલ્લા પંચાયત

(D) સ્થાનિક પંચાયત

જવાબ : (C) જિલ્લા પંચાયત

(39) ગુજરાત રાજ્યની રચના (1લી મે, 1960) બાદ પૂર્વ તૈયારી અને ઉત્સાહપૂર્વક પંચાયતીરાજ વ્યવસ્થાનો અમલ ………….. થી શરૂ કરવામાં આવ્યો.

(A) 1 લી જાન્યુઆરી, 1962

(B) 1 લી એપ્રિલ, 1963

(C) 1 લી ફેબ્રુઆરી, 1962

(D) 1 લી માર્ચ, 1963

જવાબ : (B) 1 લી એપ્રિલ, 1963

(40) ગ્રામ પંચાયતમાં સ્થાનિક કક્ષાએ ન્યાયીક પ્રક્રિયા પૂરી કરવા માટે આવતા સમાધાન પંચની રચના કોના થકી થાય છે?

(A) ગામ કે નગર પંચાયત

(B) સ્થાનિક અદાલત

(C) જિલ્લા અદાલત

(D) રાજ્યની વડી અદાલત

જવાબ : (A) ગામ કે નગર પંચાયત

1 Panchayati raj Mcq In Gujarati (41 To 50)

(41) ગ્રામ પંચાયતે દર વર્ષના ક્યા માસમાં પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર (બજેટ) તૈયાર કરી દેવાનું હોય છે?

(A) જાન્યુઆરી

(B) ફેબ્રુઆરી

(C) માર્ચ

(D) એપ્રિલ

જવાબ : (A) જાન્યુઆરી

(42) પંચાયતી રાજ પ્રણેતા સ્વ.બળવંતરાય મહેતાનું અવસાન કેવી રીતે થયું હતું?

(A) હૃદયરોગના હુમલાથી

(B) રોડ અકસ્માત

(C) વિમાની દુર્ઘટનાને કારણે

(D) આત્મઘાતી હુમલાથી

જવાબ : (C) વિમાની દુર્ઘટનાને કારણે

(43) ભારતમાં બ્રિટિશ સહિત વિદેશી સત્તા સ્થપાતા પંચાયતીરાજ વ્યવસ્થા…………….

(A) વધુ વિકસવા પામી

(B) બળવત્તર બનવા પામી

(C) ગણતરીપૂર્વક નાશ પામી

(D) એકતાની ભાવના વિકસી

જવાબ : (C) ગણતરીપૂર્વક નાશ પામી

(44) ગુજરાત રાજ્યની રચનાના શરૂઆતના વર્ષોમાં સરકારે પંચાયતી રાજ્યના માળખામાં જરૂરી સુધારા સૂચવવા અધ્યક્ષપદે કોની નિમણૂક કરી હતી?

(A) શ્રી ઝીણાભાઈ દરજી

(B) શ્રી જીવરાજ મહેતા

(C) શ્રી હિતેન્દ્રભાઈ

(D) શ્રી બળવંતરાય મહેતા

જવાબ : (A) શ્રી ઝીણાભાઈ દરજી

(45) લોકશાહી વિકેન્દ્રીકરણની વ્યવસ્થાને કોનો પાયો કહેવામાં આવે છે?

(A) પંચાયતીરાજનો

(B) ગ્રામ સ્વરાજનો

(C) હિન્દ સ્વરાજનો

(D) રાષ્ટ્ર સ્વરાજનો

જવાબ : (A) પંચાયતીરાજનો

(46) ‘પંચાયતીરાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે,’ કોણ કહે છે?

(A) શ્રી એસ.કે.ડે.

(B) અન્ના હજારે

(C) મહાત્મા ગાંધીજી

(D) ઝીણાભાઈ દરજી

જવાબ : (A) શ્રી એસ.કે.ડે.

(47) ગ્રામ પંચાયતનું વાર્ષિક બજેટ કોની સમક્ષ મૂકવાનું હોય છે?

(A) તાલુકા પંચાયત

(B) જિલ્લા પંચાયત

(C) ગ્રામ સભા

(D) ગ્રામ સેવક

જવાબ : (A) તાલુકા પંચાયત

(48) તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણી…………

(A) પ્રત્યક્ષ રીતે થાય છે.

(B) પરોક્ષ રીતે થાય છે.

(C) થતી નથી.

(D) પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે થાય છે.

જવાબ : (B) પરોક્ષ રીતે થાય છે.

(49) ગ્રામ પંચાયતના સરપંચ કે ઉપસરપંચને કોણ સસ્પેન્ડ કરી શકે છે?

(A) તાલુકા વિકાસ અધિકારી

(B) જિલ્લા વિકાસ અધિકારી

(C) વિકાસ કમિશ્નર

(D) જિલ્લા પંચાયત પ્રમુખ

જવાબ : (B) જિલ્લા વિકાસ અધિકારી

(50) બળવંતરાય મહેતા સમિતિએ સૂચવેલ ત્રિસ્તરીય પંચાયતી રાજની મુખ્ય ત્રણ સંસ્થાઓમાં અત્રે એક નોંધેલ કઈ સમાવિષ્ટ થતી નથી?

(A) ગ્રામ પંચાયત

(B) નગર પંચાયત

(C) તાલુકા પંચાયત

(D) જિલ્લા પંચાયત

જવાબ : (B) નગર પંચાયત

Also Read :

પંચાયતી રાજ MCQ ભાગ : 2

ભારતની ભૂગોળ MCQ
ભારતનો ઈતિહાસ MCQ
ભારતનું બંધારણ MCQ
1 Panchayati raj Mcq In Gujarati
Spread the love
error: Content is protected !!
Scroll to Top