1 Gujarat No Itihas Mcq Gujarati (ગુજરાતનો ઈતિહાસ MCQ)

1 Gujarat No Itihas Mcq Gujarati
1 Gujarat No Itihas Mcq Gujarati

1 Gujarat No Itihas Mcq Gujarati, ગુજરાતનો ઈતિહાસ MCQ, Gujarat no Itihas Gujarati ma pdf, Gujarat no Itihas pdf free download, Gujarat no Itihas Question Answer PDF, Gujarat no Itihas MCQ, Gujarat History mcq pdf in Gujarati.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતના ઈતિહાસના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતનો ઈતિહાસ
ભાગ :1 (પ્રથમ)
MCQ :1 થી 50
1 Gujarat No Itihas Mcq Gujarati

1 Gujarat No Itihas Mcq Gujarati (1 To 10)

(1) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌપ્રથમ ક્યા અત્યંજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો?

(A) દામજીભાઈ-રેવતીબહેન

(B) દાનીયલભાઈ-ગંગાબહેન

(C) દૂદાભાઈ–દાનીબહેન

(D) ધ્યાનચંદ – રેવાબહેન

જવાબ : (C) દૂદાભાઈ–દાનીબહેન

(2) એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના ક્યા દેશી રાજ્યમાં નોકરી કરી હતી?

(A) વડોદરા

(B) ગોંડલ

(C) ભાવનગર

(D) જામનગર

જવાબ : (A) વડોદરા

(3) 1920માં ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી?

(A) સર ચીનુભાઈ બેરોનેટ

(B) શેઠ અંબાલાલ સારાભાઈ

(C) બેરીસ્ટર જીવણલાલ દેસાઈ

(D) ડાહ્યાભાઈ મહેતા

જવાબ : (D) ડાહ્યાભાઈ મહેતા

(4) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી?

(A) મદનગોપાલ શર્મા

(B) અમૃતલાલ ઠક્કર

(C) જીવણલાલ બેરિસ્ટર

(D) ગોપાળકૃષ્ણ ગોખલે

જવાબ : (B) અમૃતલાલ ઠક્કર

(5) ભારતમાં તામ્ર-કાંસ્યયુગની વિવિધ નગર-સંસ્કૃતિઓના કેટલાક સ્થાન મળ્યા છે, તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા, મોહેંજો-દડો વગેરે સ્થળોએ મળેલી હડપ્પીય સંસ્કૃતિ સિંધુખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે. ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષ પહેલા વહેલા કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા?

(A) સુરેન્દ્રનગર જિલ્લો

(B) ભાવનગર જિલ્લો

(C) જૂનાગઢ જિલ્લો

(D) અમદાવાદ જિલ્લો

જવાબ : (A) સુરેન્દ્રનગર જિલ્લો

(6) નીચેના જોડકા જોડો. (સ્વાતંત્ર્ય સેનાંનીઓના મુખપત્રો)

(a) નવજીવન સાપ્તાહિક(1) ઉકાભાઈ પ્રભુદાસ
(b) ધી ઇન્ડિયન હોમરૂલ સોસાયટી(2) નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ
(c) પ્રજા હિતવર્ધક સભા(3) મોહનદાસ ગાંધી
(d) બોંબ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા(4) શ્યામજીકૃષ્ણ વર્મા
1 Gujarat No Itihas Mcq Gujarati

(A) c-1, a-3, b-4, d-2

(B) b-1, c-2, d-4, a-3

(C) a-3, d-2, c-4, b-1

(D) d-4, a-1, b-2, c-3

જવાબ : (A) c-1, a-3, b-4, d-2

(7) ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું?

(A) શ્રી મોરારજી દેસાઈ

(B) સુશ્રી શારદા મુખર્જી

(C) શ્રી નિલમ સંજીવ રેડ્ડી

(D) શ્રી ચિમનભાઈ પટેલ

જવાબ : (B) સુશ્રી શારદા મુખર્જી

(8) ‘સંઘર્ષકાળમાં ગુજરાત’ પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે?

(A) ભૂકંપ – 2001

(B) મોગલ આક્રમણ

(C) કટોકટી-1975

(D) અયોધ્યા આંદોલન

જવાબ : (C) કટોકટી-1975

(9) ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો.

I. મૈત્રક
II. યાદવ
III. સોલંકી
IV. ચાવડા
1 Gujarat No Itihas Mcq Gujarati

(A) II, I, IV, III

(B) IV, III, I, II

(C) I, III, IV, II

(D) I, IV, III, II

જવાબ : (A) II, I, IV, III

(10) મહાગુજરાત ચળવળ દરમિયાન 2જી ઓક્ટોબર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા………વિરુદ્ધ પ્રતિરેલી યોજાઈ હતી.

(A) વડાપ્રધાન જવાહરલાલ નેહરુ

(B) મોરારજી દેસાઈ

(C) યશવંતરાય ચૌહાણ

(D) ઠાકોરભાઈ દેસાઈ

જવાબ : (A) વડાપ્રધાન જવાહરલાલ નેહરુ

1 Gujarat No Itihas Mcq Gujarati (11 To 20)

(11) નીચેના પૈકી કઈ સ્ત્રીઓએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો?

(1) કસ્તુરબા
(2) મણીબેન પટેલ
(3) મૃદુલા સારાભાઈ
(4) પુષ્પાબેન મહેતા
1 Gujarat No Itihas Mcq Gujarati

(A) ફક્ત 1 અને 4

(B) ફક્ત 1 અને 2

(C) ફક્ત 1, 2 અને 3

(D) ફક્ત 1, 3 અને 4

જવાબ : (C) ફક્ત 1, 2 અને 3

(12) ગુજરાતમાં ક્યા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે?

(A) શુંગ કાલીન

(B) ગુપ્ત કાલીન

(C) અનુગુપ્ત કાલીન               

(D) મૌર્યકાલીન

જવાબ : (A) શુંગ કાલીન

(13) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે – આ વિધાન કોનું છે?

(A) રાજ નારાયણ બોઝ

(B) બાલ ગંગાધર તિલક

(C) ગાંધીજી

(D) પંડિત દીનદયાળ

જવાબ : (C) ગાંધીજી

(14) ગુજરાતની પૂર્વ-મધ્યકાલીન રાજધાની અણહીલવાડ પાટણનો પાયો……………..એ નાખ્યો હતો.

(A) સોલંકીઓ

(B) વાઘેલાઓ

(C) ચાવડાઓ

(D) મૈત્રકો

જવાબ : (C) ચાવડાઓ

(15) જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો?

(A) જેમ્સ ટોડ

(B) જેમ્સ પ્રિન્સેપ

(C) જેમ્સ બર્ગેસ

(D) ભગવાનલાલ ઈન્દ્રજી

જવાબ : (A) જેમ્સ ટોડ

(16) ગીરનારનો શિલાલેખ…………….સમયનો છે.

(A) સોલંકી

(B) સલ્તનત

(C) ગુપ્ત

(D) મૌર્ય

જવાબ : (D) મૌર્ય

(17) જૂનાગઢનું સુદર્શન તળાવ ક્યા કાળ દરમિયાન બંધાયું હતું?

(A) સૈંધવ

(B) પરમાર

(C) સોલંકી

(D) મૌર્ય

જવાબ : (D) મૌર્ય

(18) ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા?

(A) આર.એસ. બીસ્ત

(B) રખાલદાસ બેનર્જી

(C) માધોસ્વરૂપ વત્સ

(D) સર જહોન માર્શલ

જવાબ : (A) આર.એસ. બીસ્ત

(19) જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી ક્યા રાજાનો ઉલ્લેખ નથી?

1 Gujarat No Itihas Mcq Gujarati
1 Gujarat No Itihas Mcq Gujarati

(A) સમુદ્રગુપ્ત

(B) ચંદ્રગુપ્ત મૌર્ય

(C) સ્કંદગુપ્ત

(D) રૂદ્રદમન

જવાબ : (A) સમુદ્રગુપ્ત

(20) ગુજરાતનો ક્યો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો?

(A) મોહમ્મદ બેગડો

(B) સિકંદર

(C) મહમદ-II

(D) બહાદુરશાહ

જવાબ : (D) બહાદુરશાહ

1 Gujarat No Itihas Mcq Gujarati (21 To 30)

(21) આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કોણે કર્યું?

(A) વિક્રમાદિત્ય-II

(B) નાગભટ્ટ-I

(C) નાગભટ્ટ-II

(D) મીહિરભોજ નાગભટ્ટ-II

જવાબ : (C) નાગભટ્ટ-II

(22) કાઠિયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર)………..રોજ અસ્તિત્વમાં આવ્યા.

(A) 16 ઓગસ્ટ, 1947

(B) 26 જાન્યુઆરી, 1948

(C) 15 ફેબ્રુઆરી, 1948

(D) 26 જાન્યુઆરી, 1950

જવાબ : (C) 15 ફેબ્રુઆરી, 1948

(23) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ………..હતું.

(A) બૈજુ

(B) સારંગદેવ

(C) મદન

(D) એકપણ નહીં

જવાબ : (A) બૈજુ

(24) 1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ ક્યા થયું હતું?

(A) ડભોઈ

(B) ગિરનાર

(C) સોમનાથ           

(D) સુરત

જવાબ : (A) ડભોઈ

(25) 1857ના ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટિશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાસકોનું સમર્થન મળતું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે?

(i) બરોડાના ગાયકવાડ
(ii) ઈડરના રાજા
(iii) રાજપીપળાના રાજા
(iv) નવાનગરના જામ
(v) રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી-I
1 Gujarat No Itihas Mcq Gujarati

(A) i, ii અને iii

(B) i, iii, iv અને v

(C) i, ii, iii અને iv

(D) i, ii, iii, iv અને v

જવાબ : (A) i, ii અને iii

(26) ગુજરાતના કયા શાસકે મહમ્મદ ઘોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઈ કરી?

(A) ભીમા – I

(B) કુમારપાળ

(C) ભીમા – II (ભોલા-ભીમા)

(D) કર્ણદેવ

જવાબ : (C) ભીમા – II (ભોલા-ભીમા)

(27) નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી?

(A) તારંગાના મંદિરો

(B) મોઢેરાનું સૂર્ય મંદિર

(C) રુદ્ર મહાલય

(D) ગોપનું મંદિર

જવાબ : (D) ગોપનું મંદિર

(28) નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના ક્રમ પ્રમાણે ગોઠવો.

(1) ભીમદેવ-I
(2) કુમારપાળ
(3) સિદ્ધરાજ
(4) દુર્લભરાજ
1 Gujarat No Itihas Mcq Gujarati

(A) 1, 3, 2, 4

(B) 4, 1, 3, 2

(C) 4, 3, 2, 1

(D) 1, 3, 4, 2

જવાબ : (B) 4, 1, 3, 2

(29) ગુજરાતના નીચેના પૈકી કયા સુલ્તાને માળવા જીત્યું?

(A) અહમદશાહ

(B) મહંમદ બેગડા

(C) બહાદુરશાહ

(D) મુઝફ્ફર – II

જવાબ : (C) બહાદુરશાહ

(30) ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી?

(A) ભીમા – I

(B) કર્ણ

(C) કુમારપાળ

(D) ઝાફરખાન

જવાબ : (C) કુમારપાળ

1 Gujarat No Itihas Mcq Gujarati (31 To 40)

(31)ભાવનગર દરબાર સેવિંગ બેંક ની સ્થાપના કોણે કરી?

(A) તખતસિંહજી

(B) ભાવસિંહજી-I

(C) ભાવસિંહજી-II

(D) કૃષ્ણકુમારસિંહજી

જવાબ : (C) ભાવસિંહજી-II

(32) એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી (Ransom) આપી.

(A) શેઠ શાંતિદાસ જવાહરી

(B) શેઠ લક્ષ્મીચંદ

(C) શેઠ ખુશાલચંદ

(D) શેઠ શામલાજી

જવાબ : (C) શેઠ ખુશાલચંદ

(33) પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા ‘ખાન બહાદુર મેડલ’ દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો.

(A) શેઠ નવરોજી પેસ્તનજી વકીલ

(B) દાદાભાઈ નવરોજી

(C) ખારશેદજી ફેરદુનજી પારેખ

(D) વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા

જવાબ : (A) શેઠ નવરોજી પેસ્તનજી વકીલ

(34) કાઠીયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે?

(A)ગોં ડલના ભગવતસિંહજી

(B) રાજકોટના લાખાધિરાજ

(C) નવાનગરના રણજિતસિંહજી

(D) મોરબીના વાઘજી- II

જવાબ : (D) મોરબીના વાઘજી- II

(35) ગુપ્તવંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું?

(A) ચંદ્રગુપ્ત-I

(B) ઘટોત્કચ

(C) ચંદ્રગુપ્ત–II           

(D) કુમારગુપ્ત-I

જવાબ : (C) ચંદ્રગુપ્ત–II        

(36) નીચેના પૈકી ક્યા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા?

(A) રાષ્ટ્રકૂટ

(B) ગંગા

(C) મૈત્રક

(D) ગુપ્ત પછીના

જવાબ : (C) મૈત્રક

(37) મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌ પ્રથમ ક્યા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી?

(A) દિવાનજી રણછોડજી

(B) દાદાભાઈ નવરોજી

(C) સર ટી. માધવરાવ

(D) મનુભાઈ મહેતા

જવાબ : (B) દાદાભાઈ નવરોજી

(38) માનવધર્મસભાની સ્થાપના કોણે કરી?

(A) નર્મદ

(B) કરસનદાસ મૂળજી

(C) દુર્ગારામ મહેતા

(D) દલપતરામ

જવાબ : (C) દુર્ગારામ મહેતા

(39) નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીગૃહો (હોસ્ટેલ)નું નિર્માણ થયેલ છે?

(A) મોરબી (મોવી) અને લીંબડી

(B) ગોંડલ અને પોરબંદર

(C) ભાવનગર અને નવાનગર            

(D) રાજકોટ અને વાંકાનેર

જવાબ : (A) મોરબી (મોવી) અને લીંબડી

(40) ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો?

(A) મુઝફ્ફરશાહ

(B) મિર્ઝા અઝીઝ કોકા

(C) નિઝામુદ્દીન બક્ષી

(D) ઉપરના પૈકી કોઈ નહી

જવાબ : (B) મિર્ઝા અઝીઝ કોકા

1 Gujarat No Itihas Mcq Gujarati (41 To 50)

(41) ગુજરાતના સત્યાગ્રહીઓમાં ‘ડુંગળીચોર’ તરીકે કોણ પ્રસિદ્ધ છે?

1 Gujarat No Itihas Mcq Gujarati
1 Gujarat No Itihas Mcq Gujarati

(A) મોહનલાલ પંડ્યા

(B) નરહરી પરીખ

(C) દ્વારકાદાસ તલાટી

(D) વામનરાવ મુકાદમ

જવાબ : (A) મોહનલાલ પંડ્યા

(42) યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો?

(A) સિદ્ધરાજ

(B) મૂળરાજ

(C) ભીમદેવ

(D) કર્ણદેવ

જવાબ : (A) સિદ્ધરાજ

(43) ગુજરાતના વલ્લભીમાં સાતમી સદીમાં ક્યા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી?

(A) હ્યુ એન ત્સાંગ

(B) ફાહ્યાન

(C) ચા મીન

(D) સંગ યુન

જવાબ : (A) હ્યુ એન ત્સાંગ

(44) બ્રિટિશકાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્યમથક ક્યું હતું?

(A) અમદાવાદ

(B) વડોદરા

(C) સુરત

(D) ખેડા

જવાબ : (A) અમદાવાદ

(45) મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા?

(A) અમદાવાદ મિલ કામદારની હડતાલ

(B) ખેડા સત્યાગ્રહ

(C) બારડોલી સત્યાગ્રહ

(D) દાંડીકૂચ

જવાબ : (B) ખેડા સત્યાગ્રહ

(46) સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું ક્યું બંદર વિખ્યાત હતું?

(A) ભરૂચ

(B) વલ્લભી

(C) ખંભાત

(D) સુરત

જવાબ : (C) ખંભાત

(47) 1947માં ગુજરાતના ક્યા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો?

(A) નવાનગર

(B) પાલનપુર

(C) બાલાસિનોર  

(D) જૂનાગઢ

જવાબ : (D) જૂનાગઢ

(48) ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ગુજરાતમાં કઈ તારીખથી અમલમાં આવ્યો?

(A) 1 મે, 1963

(B) 15 ઓગસ્ટ, 1963

(C) 26 જાન્યુઆરી, 1963

(D) 1 એપ્રિલ, 1963

જવાબ : (D) 1 એપ્રિલ, 1963

(49) ઓગણીસમી સદીના મધ્યમાં ગુજરાતના ક્યા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી?

(A) બરોડા

(B) જૂનાગઢ

(C) જામનગર

(D) ભાવનગર

જવાબ : (A) બરોડા

(50) નીચેના પૈકી હડપ્પા સંસ્કૃતિની કઈ જગ્યા ગુજરાતમાં આવેલ છે?

(A) બાણાવલી

(B) ચનહદારો

(C) સૂરકોટડા

(D) કાલીબંગા

જવાબ : (C) સૂરકોટડા

Also Read :

ગુજરાતનો ઈતિહાસ MCQ ભાગ 2