Std 6 Science Chapter 16 Mcq Gujarati (ધોરણ 6 વિજ્ઞાન પાઠ 16 Mcq)

Std 6 Science Chapter 16 Mcq
Std 6 Science Chapter 16 Mcq

Std 6 Science Chapter 16 Mcq Gujarati, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 16 mcq, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 16 MCQ, Std 6 Science Mcq Gujarati, Class 6 Science Chapter 16 Mcq Gujarati, Class 6 Science Mcq Gujarati, ધોરણ 6 વિજ્ઞાન Mcq.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 વિજ્ઞાન પાઠ 16 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
પ્રકરણ : 16કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ
સત્ર :દ્વિતીય
MCQ :35
Std 6 Science Chapter 16 Mcq Gujarati

Std 6 Science Chapter 16 Mcq Gujarati (1 To 10)

(1) નીચેના પૈકી શાનો કચરામાં સમાવેશ થાય છે?

(A) ગમે ત્યાં પડેલી પ્લાસ્ટિકની કોથળીઓ

(B) તૂટેલા રમકડા જે જાહેર રસ્તા પર પડેલા હોય.

(C) તૂટેલા બુટ ચંપલ જે જાહેર રસ્તા પર પડેલા હોય

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(2) માની લો કે તમે સફાઈ કર્મચારી છો, તો તમે કચરાના નિકાલ માટે કયું પગલું હાથ ધરશો?

(A) કચરો કચરા પેટીઓમાં જ રહેવા દઈશ.

(B) કચરો કચરા પેટીમાંથી લઇ જઈ કોઈ ખુલ્લી જગ્યાએ ઢગલો કરીશ.

(C) પુન: ઉપયોગમાં લઇ શકાય તેવો કચરો અલગ કરી બિનઉપયોગી કચરાને જમીનમાં દાટી દઈશ.

(D) કચરાને નદી કે તળાવના પાણીમાં નાખી દઈશ.

જવાબ : (C) પુન: ઉપયોગમાં લઇ શકાય તેવો કચરો અલગ કરી બિનઉપયોગી કચરાને જમીનમાં દાટી દઈશ.

(3) કચરાના ઉપયોગી ઘટકોના વ્યવસ્થાપન માટે જમીન પુરાણ વિસ્તારોની નજીક શાનું નિર્માણ કરવામાં આવે છે?

(A) ખાતર બનાવવાવાળા વિસ્તારો

(B) પીવાલાયક પાણીનો પ્લાન્ટ

(C) મોટી હોસ્પિટલો

(D) હોટલ

જવાબ : (A) ખાતર બનાવવાવાળા વિસ્તારો

(4) નગરપાલિકાઓ કચરાને એકત્ર કરવા માટે કેટલા પ્રકારની કચરા પેટીઓ આપે છે?

(A) એક

(B) બે

(C) ત્રણ

(D) ચાર

જવાબ : (B) બે

(5) લણણી થયા બાદ તમે ખેતરમાં જાઓ છો ત્યારે ત્યાં કેવા પ્રકારનો કચરો જોવા મળે છે?

(A) સુકાયેલા પાંદડા

(B) પાકનો કચરો

(C) ભૂસા જેવા દ્રવ્યો

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(6) નીચેનામાંથી કયા કચરાનું કોહવાણ થાય છે?

(A) શાકભાજી, ફળોના નકામાં ભાગ

(B) કાચના ટુકડા

(C) પ્લાસ્ટિકના રમકડા

(D) ધાતુનો ભંગાર

જવાબ : (A) શાકભાજી, ફળોના નકામાં ભાગ

(7) અળસિયાની કઈ પ્રજાતિ વર્મિકમ્પોસ્ટ ખાતર બનાવવા ઉપયોગી છે?

(A) લાલ

(B) સફેદ

(C) કાળા રંગની

(D) એકપણ નહિ

જવાબ : (A) લાલ

(8) લાલ અળસિયામાં કઈ વિશિષ્ટ રચના આવેલી છે, જે ખોરાકનો ભૂકો કરવામાં તેને મદદ કરે છે?

(A) દાંત

(B) પેષણી

(C) વજ્રકોષો

(D) કવચ

જવાબ : (B) પેષણી

(9) તમારા મતે નીચેનામાંથી કોનું કાર્ય યોગ્ય ગણાય છે?

વિધાન – 1. રાજ નોટબુકનું પેજ ફાડી વિમાન ઉડાડે છે.
વિધાન – 2 . શ્યામ ચાર્ટસ્ તેમજ લગ્ન કંકોત્રીના કાગળનો ઉપયોગ કરી ડાયરી બનાવે છે.
Std 6 Science Chapter 16 Mcq Gujarati

(A) રાજનું

(B) શ્યામનું

(C) રાજ અને શ્યામ બંનેનું

(D) રાજ અને શ્યામ પૈકી કોઈપણનું નહિ

જવાબ : (B) શ્યામનું

(10) નીચેનામાંથી કયો પદાર્થ ખાતર બનાવવા વાપરી શકાય?

(A) પ્લાસ્ટિક

(B) એલ્યુમિનિયમ ફોઇલ

(C) નકામું ઘાસ

(D) લોખંડનો ભંગાર

જવાબ : (C) નકામું ઘાસ

Std 6 Science Chapter 16 Mcq Gujarati (11 To 20)

(11) નીચેનામાંથી શાનું પુનઃનિર્માણ કરી ફરી ઉપયોગમાં લઇ શકાય?

(A) પ્લાસ્ટિકની તૂટેલી ડોલ

(B) ઘાતુઓનો ભંગાર

(C) છાપાની પસ્તી

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(12) તમારી શાળામાં આવેલા વૃક્ષોના ખરી પડેલા પાંદડાના ઢગલાનું તમારે શું ન કરવું જોઇએ?

(1) ઢગલાને સળગાવી દેવો.
(2) ઢગલાને એક ખાડામાં દાટી દેવો.
(3) ઢગલાના પાંદડાનો ખાતર બનાવવા ઉપયોગ કરવો.
Std 6 Science Chapter 16 Mcq Gujarati

(A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) ફક્ત 3

(D) 1, 2 અને 3

જવાબ : (A) ફક્ત 1

(13) કાગળના પુન: નિર્માણ માટે શાનો ઉપયોગ થતો નથી?

(A) જૂના સમાચારપત્રો

(B) જૂની નોટબુકો

(C) ચળકતા કાગળ

(D) મેગેઝીન

જવાબ : (C) ચળકતા કાગળ

(14) નીચે આપેલા વિધાનો પૈકી યોગ્ય વિધાન પસંદ કરો.

વિધાન – 1. બધાજ પ્રકારના પ્લાસ્ટિકનું પુનઃનિર્માણ કરી શકાય છે.
વિધાન – 2. અમુક જ પ્રકારના પ્લાસ્ટિકનું પુનઃનિર્માણ કરી શકાય છે.
Std 6 Science Chapter 16 Mcq Gujarati

(A) વિધાન 1 સાચું અને 2 ખોટું

(B) વિધાન 1 ખોટું અને 2 સાચું

(C) વિધાન 1 અને 2 બંને સાચાં

(D) વિધાન 1 અને 2 બંને ખોટાં

જવાબ : (B) વિધાન 1 ખોટું અને 2 સાચું

(15) વર્તમાન સમયમાં શાનો નિકાલ સૌથી મોટી સમસ્યા છે?

(A) નકામા કાગળોનો

(B) પોલીથીનની કોથળીઓ

(C) કુદરતી ખાતરનો

(D) આપેલ તમામ

જવાબ : (B) પોલીથીનની કોથળીઓ

(16) નીચેનામાંથી શાની બનાવટમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી?

(A) રમકડા બનાવવા

(B) ડોલ, ટબ, બ્રશ બનાવવા

(C) વિદ્યુત વાહકતાર બનાવવા

(D) કાંસકો,પાણીની પાઈપ બનાવવા

જવાબ : (C) વિદ્યુત વાહકતાર બનાવવા

(17) નીચેનામાંથી શામાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે?

(A) બસ, કાર, સ્કૂટરના અમુક ભાગો બનાવવા

(B) રેડિયો, ટેલિવિઝનના ભાગો બનાવવા

(C) રેફ્રિજરેટરના અમુક ભાગો બનાવવા

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(18) નીચે આપેલા વિધાનો સંદર્ભે શું સાચું છે?

વિઘાન – 1. પ્લાસ્ટિકની કોથળીઓનો રાંધેલા ખોરાકનો સંગ્રહ કરવા ઉપયોગ કરવો જોઈએ.
વિધાન – 2. પ્લાસ્ટિકની કોથળીઓનો રાંધેલા ખોરાકનો સંગ્રહ કરવા ઉપયોગ કરવો જોઈએ નહિ.
Std 6 Science Chapter 16 Mcq Gujarati

(A) વિધાન 1 સાચું અને 2 ખોટું

(B) વિધાન 1 ખોટું અને 2 સાચું

(C) વિધાન 1 અને 2 બંને સાચાં.

(D) વિધાન 1 અને 2 બંને ખોટાં

જવાબ : (B) વિધાન 1 ખોટું અને 2 સાચું

(19) નીચેનામાંથી પ્લાસ્ટિક કોને પ્રદૂષિત કરે છે?

(A) હવા

(B) જમીન

(C) જળ

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(20) કચરાનું વ્યવસ્થાપન કરવું એ કોની જવાબદારી ગણી શકાય?

(A) નાગરિકોની

(B) સરકારી સંસ્થાઓની

(C) જાહેર સંસ્થાઓની

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

Std 6 Science Chapter 16 Mcq Gujarati (21 To 30)

(21) કચરાના વ્યવસ્થાપન સંબંધિત સમસ્યાઓને ઓછી કરવા તમે શું નહિ કરો?

(A) લોકોને પ્લાસ્ટિક વધુમાં વધુ ઉપયોગ કરવાની સલાહ આપશો.

(B) લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાની સલાહ આપશો.

(C) કચરાના યોગ્ય નિકાલ માટે લોકોમાં જાગૃતિ ફેલાવશો.

(D) ખેડૂતોને કૃષિ સંબંધિત કચરાનો ખાતર માટે ઉપયોગ કરવા સલાહ આપશો.

જવાબ : (A) લોકોને પ્લાસ્ટિક વધુમાં વધુ ઉપયોગ કરવાની સલાહ આપશો.

(22) જયારે તમે બજારમાં ફળો અને શાકભાજી ખરીદવા જાઓ ત્યારે તમારે નીચે પૈકી કઈ બાબતને પ્રાધાન્ય આપવું જોઈએ?

(1) ફળો અને શાકભાજી માટે પ્લાસ્ટિકની પોલીથીનની થેલીનો ઉપયોગ કરવો.
(2) ફળો અને શાકભાજી માટે કાગળ અથવા કપડાની થેલીનો ઉપયોગ કરવો.
Std 6 Science Chapter 16 Mcq Gujarati

(A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) એકપણ નહિ

જવાબ : (B) ફક્ત 2

(23) તમારો મિત્ર તમને પાર્ટીમાં જમવા માટે નીચે આપેલ વસ્તુઓનો ઉપયોગ કરવાનો વિકલ્પ આપે, તો તમે શું પસંદ કરશો?

(A) જમવા માટે પ્લાસ્ટિકની પ્લેટનો

(B) જમવા માટે કેળના પાંદડાનો

(C) કોઈ અન્ય પ્લાસ્ટિકના સાધનો

(D) એકપણ નહિ

જવાબ : (B) જમવા માટે કેળના પાંદડાનો

(24) નીચેનામાંથી કયા કાગળનું પુનઃનિર્માણ થઇ શકે છે?

(A) જૂના છાપાં

(B) કાગળની પસ્તી

(C) જૂની નોટબુકો

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(25) કયા પદાર્થનું વિઘટન લાંબા સમય સુધી થઈ શકતું નથી?

(A) જૂના કપડાં

(B) ચામડાનાં ચંપલ

(C) પ્લાસ્ટિક

(D) છાપાનો કાગળ

જવાબ : (C) પ્લાસ્ટિક

(26) નીચેનામાંથી કોને કચરાના ઉદાહરણમાં ન ગણી શકાય?

(A) ખાધ પદાર્થનું પેપર

(B) એંઠવાડ

(C) છાપાની પસ્તી

(D) રસોડામાં ઉપયોગી મસાલાની બોટલ

જવાબ : (D) રસોડામાં ઉપયોગી મસાલાની બોટલ

(27) નીચેનામાંથી કયા કચરાનું ઝડપી વિઘટન થાય છે?

(A) વધેલો ખોરાક

(B) કાચના ટુકડા

(C) ધાતુના કેન

(D) ચળકતા કાગળ

જવાબ : (A) વધેલો ખોરાક

(28) કયો પદાર્થ ગરમ કરવાથી અથવા સળગાવવાથી સ્વાથ્ય સંબંધિત સમસ્યાઓ ઉદભવે છે?

(A) પ્લાસ્ટિક

(B) તાંબુ

(C) લોખંડ

(D) ચાંદી

જવાબ : (A) પ્લાસ્ટિક

(29) નીચેનામાંથી કયા સજીવનો ઉપયોગ કરી વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે છે?

(A) ગોકળગાય

(B) અળસિયાં

(C) દેડકો

(D) ભરવાડ

જવાબ : (B) અળસિયાં

(30) અળસિયાના સારા ઉછેર માટે કેવા પ્રકારની જમીનની આવશક્યતા છે?

(A) સૂકી

(B) ગરમ

(C) ભેજવાળી

(D) ઠંડી

જવાબ : (C) ભેજવાળી

Std 6 Science Chapter 16 Mcq Gujarati (31 To 35)

(31) નીચેનામાંથી કયા પદાર્થોનો બનેલો કચરો પર્યાવરણને સૌથી વધુ દૂષિત કરે છે?

(A) પ્લાસ્ટિક અને પોલીથીનનો

(B) અનાજ તેમજ ધાન્યનો

(C) ફળો અને શાકભાજી

(D) લાકડું તેમજ કાગળનો

જવાબ : (A) પ્લાસ્ટિક અને પોલીથીનનો

(32) સફાઈ કામદારો ઘરનો તેમજ અન્ય કચરો કચરા પેટીમાં ભરી નીચાણવાળા ઊંડા વિસ્તામાં જ્યાં ખાડો હોય ત્યાં લઇ જાય છે, આ વિસ્તારને શું કહે છે?

(A) રહેણાંક વિસ્તાર

(B) વસાહત વિસ્તાર

(C) કૃષિ ઉત્પાદન વિસ્તાર

(D) જમીન પુરાણ વિસ્તાર

જવાબ : (D) જમીન પુરાણ વિસ્તાર

(33) નીચેનામાંથી શાને રિસાયકલ કરી શકાતું નથી?

(A) કાગળ

(B) પ્લાસ્ટિક

(C) રબ્બરનું ટાયર

(D) પાંદડા

જવાબ : (D) પાંદડા

(34) શા માટે ગરમ ખોરાકને પોલીથીનની કોથળીમાં પેક ન કરવો જોઈએ?

(A) કેટલીક પોલીથીનની કોથળીઓ ખોરાક રાખવા યોગ્ય હોતી નથી.

(B) પોલીથીનની કોથળીઓ ગરમ ખોરાક સાથે પ્રક્રિયા કરી કેન્સર થવા માટેના ટોક્સીન ઉત્પન્ન કરે છે.

(C) ખોરાક ગરમ હોવાના પરિણામે કોથળી લીક થઇ શકે છે.

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(35) લીલા રંગની કચરા પેટીમાં નીચેનામાંથી શું નાખવામાં આવે છે?

(A) રસોડાનો કચરો

(B) વનસ્પતિનો કચરો

(C) પ્રાણીજ કચરો

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

Also Read :

ધોરણ 6 વિજ્ઞાન પાઠ 15 Mcq