Std 6 Science Chapter 14 Mcq Gujarati (ધોરણ 6 વિજ્ઞાન પાઠ 14 Mcq)

Std 6 Science Chapter 14 Mcq Gujarati
Std 6 Science Chapter 14 Mcq Gujarati

Std 6 Science Chapter 14 Mcq Gujarati, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 14 mcq, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 14 MCQ, Std 6 Science Mcq Gujarati, Class 6 Science Chapter 14 Mcq Gujarati, Class 6 Science Mcq Gujarati, ધોરણ 6 વિજ્ઞાન Mcq.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 વિજ્ઞાન પાઠ 14 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
પ્રકરણ : 14પાણી
સત્ર :દ્વિતીય
MCQ :30
Std 6 Science Chapter 14 Mcq Gujarati

Std 6 Science Chapter 14 Mcq Gujarati (1 To 10)

(1) કોઈપણ સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા માટે નીચેના પૈકી શાની જરૂરિયાત મુખ્ય છે?

(A) વિદ્યુત

(B) મકાન

(C) પાણી

(D) કપડાં

જવાબ : (C) પાણી

(2) કોઈપણ પુસ્તકના 1 પાનાને બનાવવા કેટલા ગ્લાસ પાણી વપરાય?

(A) એક

(B) બે

(C) ત્રણ

(D) ચાર

જવાબ : (B) બે

(3) આપણે પાણી નીચેના કયા સ્રોતમાંથી પ્રાપ્ત કરી શકીએ?

(A) નદીઓ

(B) સરોવરો

(C) તળાવ

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(4) પૃથ્વીનો કેટલો ભાગ લગભગ પાણીથી ઘેરાયેલો છે?

(A) 1/3

(B) 2/3

(C) 3/2

(D) 4/3

જવાબ : (B) 2/3

(5) ધોયેલાં કપડાં સૂકાઈ જવાં એ કઈ ક્રિયા સાથે જોડી શકાય?

(A) બાષ્પીભવન

(B) ઘનીભવન

(C) ઉત્સર્જન

(D) એકપણ નહી

જવાબ : (A) બાષ્પીભવન

(6) બરફ ભરેલા પાત્રની બહારની સપાટી પર પાણીના ટીપાં એકત્ર થવાની ઘટનાને કઈ ક્રિયા સાથે સાંકળી શકાય?

(A) બાષ્પીભવન

(B) સંઘનન

(C) ઉત્સર્જન

(D) બાપોત્સર્જન

જવાબ : (B) સંઘનન

(7) ગરમ તવી પર પાણી છાંટવાથી તેમાંથી વરાળ ઉત્પન્ન થાય છે, આ ક્રિયા શું દર્શાવે છે?

(A) બાષ્પીભવન

(B) ઘનીભવન

(C) ઉત્સર્જન

(D) આપેલ તમામ

જવાબ : (A) બાષ્પીભવન

(8) પાણીની વરાળનું પાણીમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને.……..કહે છે.

(A) ઘનીભવન

(B) સંઘનન

(C) બાષ્પીભવન

(D) A અને B બંને

જવાબ : (D) A અને B બંને

(9) શિયાળાની સવારે ધુમ્મસનું જમીનની નજીક દેખાવું એ નીચેનામાંથી કઈ કિયાનો નિર્દેશ નથી કરતું?

(A) ઘનીભવન

(B) સંઘનન

(C) A અને B બંને

(D) બાષ્પીભવન

જવાબ : (D) બાષ્પીભવન

(10) મહાસાગરો તથા જમીનના જલીય ભાગો વચ્ચે પાણીના ચક્રને શું કહે છે?

(A) બાષ્પીભવન

(B) સંઘનન

(C) જલચક્ર

(D) કાર્બનચક્ર

જવાબ : (C) જલચક્ર

Std 6 Science Chapter 14 Mcq Gujarati (11 To 20)

(11) ભારે વરસાદ પડવાથી નીચેનામાંથી શું ન થાય?

(A) પૂર આવે

(B) દુષ્કાળ પડે (સૂકો દુષ્કાળ)

(C) માનવ જીવનને નુકસાન

(D) પાકનું નુકસાન

જવાબ : (B) દુષ્કાળ પડે (સૂકો દુષ્કાળ)

(12) વરસાદની ઋતુમાં ચાલુ વરસાદે તમારે ભીના કપડાં ઝડપથી સુકવવા તમે શું કરશો નહિ?

(A) બહાર તડકે સુકવશો

(B) સગડીની નજીક ફેલાવશો

(C) હીટરની નજીક ફેલાવશો

(D) A અને B બંને

જવાબ : (A) બહાર તડકે સુકવશો

(13) હવામાં પાણીની વરાળ કઈ ક્રિયા વડે ઉમેરાતી રહે છે?

(A) બાષ્પોત્સર્જન

(B) બાષ્પીભવન

(C) સંઘનન

(D) A અને B બંને

જવાબ : (D) A અને B બંને

(14) વિધાન – 1. દેશના વિવિધ વિસ્તારમાં રહેવાવાળા લોકોને સમાન જથ્થામાં પાણી ઉપલબ્ધ છે.

વિધાન – 2. દેશના કેટલાક વિસ્તારમાં રહેવાવાળા લોકોને જરૂરી જથ્થામાં પાણી ઉપલબ્ધ નથી.

(A) વિધાન 1 સાચું

(B) વિધાન 2 સાચું

(C) વિધાન 1 અને 2 બંને સાચાં.

(D) વિધાન 1 અને 2 બંને ખોટાં

જવાબ : (B) વિધાન 2 સાચું

(15) કૂવાઓ તથા હેન્ડપંપ દ્વારા પ્રાપ્ત થતા પાણીનો સ્રોત કયો છે?

(A) તળાવ

(B) નદીઓ

(C) ભૂગર્ભજળ

(D) મહાસાગર

જવાબ : (C) ભૂગર્ભજળ

(16) નીચેનામાંથી સાચું વિધાન કયું છે?

(A) હવામાં વરાળ માત્ર ચોમાસામાં જ હાજર હોય છે.

(B) પાણીનું બાષ્પીભવન માત્ર સૂર્યપ્રકાશમાં જ થાય છે.

(C) જમીન પરથી બાષ્પીભવન થતું નથી.

(D) પાણીની વરાળનું ઘનીભવન થઈને જલકણિકાઓ બને છે.

જવાબ : (D) પાણીની વરાળનું ઘનીભવન થઈને જલકણિકાઓ બને છે.

(17) 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા માટે ઘઉંના છોડ દ્વારા લગભગ કેટલા લિટર પાણીનું બાષ્પોત્સર્જન થાય છે?

(A) 5૦૦ લિટર

(B) 5000 લિટર

(C) 50 લિટર

(D) 5 લિટર

જવાબ : (A) 5૦૦ લિટર

(18) વિઘાન – 1. પૃથ્વીની સપાટીથી જેમ-જેમ પાણીની વરાળ ઊંચે જાય તેમ તેમ ઠંડી થતી જાય છે.

વિઘાન – 2. ઠંડી થયેલ પાણીની વરાળ ઘનીભવન પામે છે.

(A) વિધાન 1 સાચું

(B) વિધાન 2 સાચું

(C) વિધાન 1 અને 2 બંને સાચાં.

(D) વિધાન 1 અને 2 બંને ખોટાં

જવાબ : (C) વિધાન 1 અને 2 બંને સાચાં.

(19) ભૂગર્ભજળના ઘટાડાનું કારણ કયું છે?

(A) ઓછો વરસાદ

(B) વધુ પડતું શહેરીકરણ

(C) બોરના પાણીનો વધુ ઉપયોગ

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(20) વિઘાન – 1. જ્યાં જમીન કૉક્રિટથી ઢંકાયેલ હોય ત્યાં જમીનમાં પાણીનું ઉતરણ વધુ હોય છે.

વિધાન – 2. જયાં જમીન ખેતરોથી ઢંકાયેલ હોય ત્યાં જમીનમાં પાણીનું ઉતરણ ઓછું હોય છે.

(A) વિધાન 1 સાચું

(B) વિધાન 2 સાચું

(C) વિધાન 1 અને 2 બંને સાચાં.

(D) વિધાન 1 અને 2 બંને ખોટાં

જવાબ : (D) વિધાન 1 અને 2 બંને ખોટાં

Std 6 Science Chapter 14 Mcq Gujarati (21 To 30)

(21) પૂર આવવાને કારણે નીચેનામાંથી કઈ અસર ઉત્પન્ન થતી નથી?

(A) માનવજીવનને નુકસાન

(B) પશુધનનો નાશ

(C) ભૂગર્ભજળમાં ઘટાડો

(D) પાકને નુકસાન

જવાબ : (C) ભૂગર્ભજળમાં ઘટાડો

(22) પીવાના પાણીની અછત દૂર કરવા તમે શું કરી શકો?

(A) પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો.

(B) વરસાદી પાણીનો સંગ્રહ કરવો.

(C) પાણીનું રીસાયકલીંગ કરવું.

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(23) વિધાન – 1. પોતું કરેલ ભોંયતળિયું બાષ્પીભવનને કારણે ઝડપથી સૂકાઈ જાય છે.

વિધાન – 2. નદીની સપાટી પરથી પાણીનું બાષ્પોત્સર્જન થાય છે.

(A) વિધાન 1 સાચું

(B) વિધાન 2 સાચું

(C) વિધાન 1 અને 2 બંને સાચાં

(D) વિધાન 1 અને 2 બંને ખોટાં

જવાબ : (A) વિધાન 1 સાચું

(24) ભૂગર્ભજળની પૂર્તતા માટે નીચેના પૈકી કયો વિકલ્પ યોગ્ય નથી?

(A) વરસાદ

(B) કરા

(C) બરફ

(D) કૂવા

જવાબ : (D) કૂવા

(25) ઘણા બધા પાણીના બુંદો પરસ્પર જોડાઈને પૃથ્વી પર કયા સ્વરૂપે પડે છે?

(A) વરસાદ

(B) કરા

(C) બરફ

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(26) વરસાદ સ્વરૂપે પાણી પૃથ્વી પર પડવાની ક્રિયા સાથે નીચેના પૈકી કઈ ક્રિયા સુસંગત નથી?

(A) વનસ્પતિ પર્ણમાંથી બાષ્પોત્સર્જનની ક્રિયા થવી.

(B) નદીની સપાટી પરથી પાણીનું બાષ્પીભવન થવું.

(C) જમીનની સપાટી પરથી પાણીની વરાળ બનવી.

(D) વરાળનું પૃથ્વીની સપાટી પર ઠંડુ પડવું.

જવાબ : (D) વરાળનું પૃથ્વીની સપાટી પર ઠંડુ પડવું.

(27) મહાસાગરોના પાણીનો સીધો જ ઉપયોગ પીવા માટે કરી શકાતો નથી, કારણ કે……

(A) તેમાં ક્ષારનું પ્રમાણ ખૂબજ વધુ હોય છે.

(B) તે પાણીમાં અશુદ્ધિઓનું પ્રમાણ વધુ હોય છે.

(C) તે પાણી પીવાથી રોગ થવાની સંભાવના છે.

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(28) ભૂગર્ભજળ વિશે નીચેનામાંથી શું સાચું છે?

(A) જમીનના નીચેના ભાગમાં એકત્ર થયેલ પાણીનો જથ્થો.

(B) જમીનના ઉપરના ભાગમાં રહેલ પાણીનો જથ્થો.

(C) મહાસાગરમાં રહેલ પાણીનો જથ્થો.

(D) નદીઓમાં રહેલ પાણીનો પાણીનો જથ્થો.

જવાબ : (A) જમીનના નીચેના ભાગમાં એકત્ર થયેલ પાણીનો જથ્થો.

(29) નીચેનામાંથી કયું વિધાન જળચક્રને માઠી અસર પહોંચાડે છે?

(A) મહાસાગરોની સપાટી પરથી થતું પાણીનું બાષ્પીભવન.

(B) જમીન સપાટી પર થઇ રહેલું કૉક્રિટનું બાંધકામ.

(C) વનસ્પતિના પર્ણો દ્વારા થતું બાષ્પોત્સર્જન.

(D) એકપણ નહિ

જવાબ : (B) જમીન સપાટી પર થઇ રહેલું કૉક્રિટનું બાંધકામ.

(30) જો લાંબા સમય સુધી વરસાદ ન પડે તો…….

(A) જમીન સુકાઈ જાય.

(B) ભૂગર્ભ – જળમાં ઘટાડો થાય.

(C) ભૂગર્ભ – જળમાં વધારો થાય.

(D) A અને B બંને

જવાબ : (D) A અને B બંને

Also Read :

ધોરણ 6 વિજ્ઞાન પાઠ 15 Mcq