Class 8 Science Chapter 17 Swadhyay (ધોરણ 8 વિજ્ઞાન પાઠ 17 સ્વાધ્યાય)

Class 8 Science Chapter 17 Swadhyay
Class 8 Science Chapter 17 Swadhyay

Class 8 Science Chapter 17 Swadhyay

Class 8 Science Chapter 17 Swadhyay. Std 8 Science Chapter 17 Swadhyay. ધોરણ 8 વિજ્ઞાન વિષયના એકમ 17 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 વિજ્ઞાન પાઠ 17 સ્વાધ્યાય.

ધોરણ : 8

વિષય : વિજ્ઞાન

એકમ : 17. તારાઓ અને સૂર્યમંડળ

સત્ર : દ્વિતીય

સ્વાધ્યાય

પ્રશ્ન નં. 1 થી 3માં યોગ્ય ઉત્તર પસંદ કરો :

(1)  નીચેનામાંથી કોણ સૌરમંડળનો સભ્ય નથી?

(A) લઘુગ્રહ

(B) ઉપગ્રહ

(C) નક્ષત્ર

(D) ધૂમકેતુ

ઉત્તર : (C) નક્ષત્ર

(2) નીચેનામાંથી કોણ સૂર્યનો ગ્રહ નથી?

(A) વ્યાધ

(B) બુધ

(C) શનિ

(D) પૃથ્વી

ઉત્તર : (A) વ્યાધ

(3) ચંદ્રની કળાઓ થાય છે, કારણ કે……

(A) આપણે ચંદ્રનો એ જ ભાગ જોઈ શકીએ છીએ જે આપણા તરફ પ્રકાશ પરાવર્તિત કરે છે.

(B) ચંદ્રથી આપણું અંતર બદલાતું રહે છે.

(C) પૃથ્વીનો પડછાયો ચંદ્રનો કેટલોક ભાગ જ આવરે છે.

(D) ચંદ્રના વાતાવરણની જાડાઈ એકસરખી રહેતી નથી.

ઉત્તર : (A) આપણે ચંદ્રનો એ જ ભાગ જોઈ શકીએ છીએ જે આપણા તરફ પ્રકાશ પરાવર્તિત કરે છે.

પ્રશ્ન 4. ખાલી જગ્યા પૂરો :

(1) સૂર્યથી સૌથી દૂરનો………………ગ્રહ છે.

ઉત્તર : નેપ્ચૂન

(2) ……………………… ગ્રહ રંગમાં લાલાશ પડતો હોય છે.

ઉત્તર : મંગળ

(3) આકાશમાં કોઈ ચોક્કસ આકાર બનાવતા તારાનાં જૂથને………. કહે છે.

ઉત્તર : નક્ષત્ર

(4) ગ્રહની આજુબાજુ પરિભ્રમણ કરતાં આકાશી પદાર્થને……………… કહે છે.

ઉત્તર : ઉપગ્રહ

(5) ખરતા તારા હકીકતમાં………………નથી.

ઉત્તર : તારા

(6) ……………… અને…………….. ગ્રહની કક્ષા વચ્ચે લઘુગ્રહો આવેલા હોય છે.

ઉત્તર : મંગળ, ગુરુ

પ્રશ્ન-5. નીચેના વિધાનો ખરાં હોય, તો [T ] અને ખોટાં હોય તો [F] કહો :

(1) ધ્રુવનો તારો એ સૌરમંડળનો સભ્ય છે.

ઉત્તર : F

(2) બુધ સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ છે.

ઉત્તર : T

(3) યુરેનસ સૌરમંડળનો સૌથી દૂરનો ગ્રહ છે.

ઉત્તર : F

(4) INSAT એક કુત્રિમ ઉપગ્રહ છે.

ઉત્તર : T

(5) સૌરમંડળમાં નવ ગ્રહો હોય છે.

ઉત્તર : F

(6) મૃગશીર્ષ નક્ષત્ર ફક્ત ટેલિસ્કોપથી જ જોઈ શકાય છે.

ઉત્તર : F

પ્રશ્ન 6. કોલમ A માં રહેલી બાબતને કૉલમ B ની એક કે વધુ બાબતો સાથે જોડો :

કૉલમ A

(1) આંતરિક ગ્રહો

(2) બાહ્ય ગ્રહો

(3) નક્ષત્રો

(4) પૃથ્વીનો ઉપગ્રહ

કૉલમ B

(a) શનિ

(b) ધ્રુવનો તારો

(c) ગ્રેટ બીઅર

(d) ચંદ્ર

(e) પૃથ્વી

(f) મૃગશીર્ષ

(g) મંગળ

ઉત્તર :

(1) આંતરિક ગ્રહો – (e) પૃથ્વી અને (g) મંગળ

(2) બાહ્ય ગ્રહો – (a) શનિ

(3) નક્ષત્રો – (c) ગ્રેટ બીઅર અને (f) મૃગશીર્ષ

(4) પૃથ્વીનો ઉપગ્રહ – (d) ચંદ્ર

પ્રશ્ન 7. જો શુક્ર સાંજના તારા તરીકે દેખાતો હોય તો આકાશના કયા ભાગમાં તમે તેને જોઈ શકશો?

ઉત્તર : જો શુક્ર સાંજના તારા તરીકે દેખાતો હોય, તો આકાશના પશ્ચિમ ભાગમાં તેને જોઈ શકાશે.

પ્રશ્ન 8. સૌરમંડળના મોટામાં મોટા ગ્રહનું નામ આપો.

ઉત્તર : સૌરમંડળના મોટામાં મોટા ગ્રહનું નામ ગુરુ છે.

પ્રશ્ન 9. નક્ષત્ર શું છે? કોઈ પણ બે નક્ષત્રનાં નામ આપો.

ઉત્તર :

નક્ષત્ર : તારાઓનો સમૂહ કે જે ઓળખી શકાય તેવા કોઈ આકાર બનાવે છે તેને નક્ષત્ર કહે છે.

નક્ષત્રોનાં નામ : (1) સપ્તર્ષિ (Ursa Major) (2) શર્મિષ્ઠા (Cassiopeia) (3) મૃગશીર્ષ (Orion)

પ્રશ્ન 10. (a) સપ્તર્ષિ (b) મૃગશીર્ષ નક્ષત્રના અગ્રણી તારાઓનાં સંદર્ભિત સ્થાન દર્શાવતું ચિત્ર બનાવો.

ઉત્તર :

Class 8 Science Chapter 17 Swadhyay
Class 8 Science Chapter 17 Swadhyay

પ્રશ્ન 11. ગ્રહો સિવાય સૌરમંડળના સભ્ય હોય તેવા બે આકાશી પદાર્થોનાં નામ આપો.

ઉત્તર : (1) ધૂમકેતુ (2) લઘુગ્રહો (3) ઉપગ્રહો (4) ઉલ્કાઓ

પ્રશ્ન 12. સપ્તર્ષિની મદદથી તમે ધ્રુવના તારાનું સ્થાન કઈ રીતે નક્કી કરશો?

Class 8 Science Chapter 17 Swadhyay
Class 8 Science Chapter 17 Swadhyay

ઉત્તર : સપ્તર્ષિના સાત તારાઓ પૈકી ચતુષ્કોણ આકૃતિ બનાવતા તારાઓના પહેલા બે તારાઓમાંથી પસાર થતી સીધી રેખાની કલ્પના કરો. આ કાલ્પનિક રેખાને ઉત્તર દિશા તરફ આગળ વધારો. (બે તારાઓ વચ્ચેના અંતરથી લગભગ ૫ ગણા અંતર જેટલી) આ દિશામાં એક ચમકતો તારો દેખાશે, તે ધ્રુવનો તારો છે.

પ્રશ્ન 13. શું આકાશના બધા જ તારાઓ ખસે છે? – સમજાવો.

ઉત્તર : ના, આકાશમાં બધા જ તારાઓ તેમની જગ્યાએ અચળ છે. પરંતુ પૃથ્વીના પરીભ્રમણને લીધે તારાઓ આપણને ખસતા દેખાય છે. ધ્રુવનો તારો પૃથ્વીની ધરીની દિશામાં આવેલો છે, તેથી તે ખસતો દેખાતો નથી.

પ્રશ્ન 14. શા માટે તારાઓ વચ્ચેનાં અંતરને પ્રકાશવર્ષમાં માપવામાં આવે છે? કોઈ તારો પૃથ્વીથી આઠ પ્રકાશવર્ષ દૂર છે. આ વિધાનથી તમે શું સમજશો?

ઉત્તર : પૃથ્વીથી તારાઓ ઘણા જ દૂર છે. વળી, આકાશમાં દેખાતા કોઈ બે તારાઓ વચ્ચે પણ ઘણું મોટું અંતર હોય છે. આથી, તારાઓ વચ્ચેના અંતરને કિલોમીટરમાં દર્શાવીએ તો મોટી સંખ્યામાં દર્શાવવા પડે, જે વાંચવામાં અને લખવામાં મુશ્કેલી પડે. પ્રકાશવર્ષ એ આકાશી પદાર્થો વચ્ચેના અંતર માપવાનો ઘણો મોટો એકમ છે.

1 પ્રકાશવર્ષ = 9.46 x 1012 કિલોમીટર = 9460000000000 કિમી. 9460000000000 કિમી અંતરને બદલે 1 પ્રકાશવર્ષ અંતર લખવું સરળ પડે.

કોઈ તારો પૃથ્વીથી 8 પ્રકાશવર્ષ દૂર છે એટલે પ્રકાશ 3,00,000 કિમી / સેકન્ડની ઝડપે 8 વર્ષમાં જેટલું અંતર કાપે તેટલો દૂર છે એમ કહેવાય.

પ્રશ્ન 15. ગુરુની ત્રિજ્યા પૃથ્વી કરતાં 11 ગણી છે, તો ગુરુના કદ તથા પૃથ્વીના કદનો ગુણોત્તર શોધો. ગુરુમાં કેટલી પૃથ્વી સમાઈ શકે?

ઉત્તર : ગુરુની ત્રિજ્યા = 11 x પૃથ્વીની ત્રિજ્યા

જો પૃથ્વીની ત્રિજ્યા = R  કિમી લઈએ, તો ગુરુની ત્રિજ્યા = 11 x R કિમી થાય.

Class 8 Science Chapter 17 Swadhyay
Class 8 Science Chapter 17 Swadhyay

પ્રશ્ન 16. બૂઝોએ સૌરમંડળનું નીચેનું ચિત્ર બનાવ્યું. (પાઠ્યપુસ્તકની આકૃતિ 17.29) શું આ ચિત્ર બરાબર છે? જો ના હોય, તો સુધારો.

Class 8 Science Chapter 17 Swadhyay
Class 8 Science Chapter 17 Swadhyay

ઉત્તર : સૌરમંડળના આપેલા ચિત્રમાં પાંચ ભૂલો છે. (સુધારો)

(1) બીજો ગ્રહ શુક્ર છે. અહીં બીજો ગ્રહ મંગળ દર્શાવેલ છે.

(2) ચોથો ગ્રહ મંગળ છે. અહીં ચોથો ગ્રહ શુક્ર દર્શાવેલ છે.

(3) સાતમો ગ્રહ યુરેનસ છે. અહીં નેપ્ચૂન દર્શાવેલ છે.

(4) આઠમો (છેલ્લો) ગ્રહ નેપ્ચૂન છે. અહીં યુરેનસ દર્શાવેલ છે.

(5) લઘુગ્રહોનો પટ્ટો મંગળ અને ગુરુની વચ્ચે આવેલો છે. અહીં ગુરુ અને શનિની વચ્ચે દર્શાવેલ છે.

સુધારેલી આકૃતિ નીચે મુજબ છે :

Class 8 Science Chapter 17 Swadhyay
Class 8 Science Chapter 17 Swadhyay

Also Read :

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 18 સ્વાધ્યાય